PSLV C-36નું સફળ લોન્ચિંગ

શ્રીહરિકોટા: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશને (ઈસરો) આજે પોતાના ધ્રુવીય પ્રક્ષેપણ યાન દ્વારા રિમોટ સેન્સિંગ સેટેલાઈટ રિસોર્સ સેટ ૨-એનું સફળ પ્રક્ષેપણ કર્યું હતું. રિમોટ સેન્સિંગ સેટેલાઈટ રિસોર્સસેટ ૨-એનું લઈને પીએસએલવી-સી૩૬નું આજે સવારે ૧૦.૨૪ કલાકે આંધ્ર પ્રદેશના શ્રીહરિ કોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ પીએસએલવી-સી ૩૬ રિસોર્સસેટ ૨-એ રિમોટ સેન્સિંગ સેટેલાઈટને ભ્રમણ કક્ષામાં સ્થાપિત કરશે.

આજે સવારે ૧૦.૨૪ કલાકે પીએસએલવી-સી૩૬ની મદદથી લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. રિસોર્સસેટ ૧ અને ૨ શ્રેણીનો ઉપગ્રહ છે. ૧૨૩૫ કિલોનું વજન ધરાવતો આ સેટેલાઈટ ભારતને જમીની સંસાધનો અંગે માહિતી આપશે. અર્થાત ભારતનાં વન સંપદા અને જળ સંસાધનો અંગે માહિતી પૂરી પાડશે. આ સેટેલાઈટ દ્વારા દેશના કયા વિસ્તારોમાં મિનરલ્સ છે તેની પણ જાણકારી મળશે.

રિસોર્સસેટ ૨-એ સેટેલાઈટ પાંચ વર્ષ સુધી સેવાઓ આપશે તેને પૃથ્વીની ભ્રમણ કક્ષાથી ૮૧૭ કિ.મી. ઉપર સ્થાપિત કરવામાં આવશે. ૨૦૦૩માં રિસોર્સ સેટ ૧ લોન્ચ કરવામાં આવ્યો હતો. અંતરિક્ષ કાર્યક્રમમાં ભારતની આ મોટી સિદ્ધિ અને સફળતા છે. ૧૯૬૩માં કેરળ સ્થિત થુંબા ઈક્વેટોરિયલ રોકેટ લોન્ચિંગ દ્વારા પ્રથમ સાઉન્ડિંગ રોકેટ છોડવામાં આવ્યું હતું ત્યાર બાદ ઈસરો અત્યાર સુધીમાં અંતરિક કાર્યક્રમમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરી ચૂક્યો છે. ૨૦૧૪માં ભારતીય મંગળયાનનું પ્રથમ પ્રયાસે જ મંગળની કક્ષામાં પહોંચી જવું ઈસરોની સૌથી મોટી સિદ્ધિ રહી છે.

જીએસએલવી માર્ક-૨નું સફળ પ્રક્ષેપણ પણ ભારત માટે ખૂબ જ મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે તેમાં ભારતે સ્વદેશી ક્રાયોજેનિક એન્જિન લગાવ્યું હતું. આ સિદ્ધિએ ભારતને આશા આપી છે કે ભારત પોતાના સેટેલાઈટ લોન્ચ કરવા માટે હવે બીજા દેશો પર નિર્ભર રહેશે નહીં.
http://sambhaavnews.com/

You might also like