ISROએ બનાવ્યો વિશ્વ રેકોર્ડ, એક સાથે છોડ્યા 104 ઉપગ્રહ

નવી દિલ્હીઃ શ્રી હરિકોટાના સતીશ ધવન લોન્ચિંગ સેન્ટરમાં PSLV-C37એ 9 વાગ્યાને 28 મિનિટ પર પોતાની 39મી ઉડાણ ભરી હતી. આ પહેલી ઘટના છે કે જ્યારે એક સાથે 104 ઉપગ્રહ અંતરિક્ષમાં  છોડવામાં આવ્યાં છે. ભારત અને અમેરિકા સિવાય ઇઝરાઇલ, હોલેન્ડ, યુએઇ, સ્વિટ્ઝરલેન્ડ અને કઝાકિસ્તાનના નાના આકારના સેટેલાઇટ શામેલ છે.

9.28 મિનિટ પર 104 ઉપગ્રહ સાથે PSLV-C37 લોંન્ચ કરવામાં આવ્યો છે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો)એ જણાવ્યું છે કે PslV-C37 (કાર્ટોસેટ-2 સીરીઝ)ના સેટેલાઇટ મશિનના પ્રક્ષેપણ માટે ઉધી ગણતરી મંગળવારે સવારે 5.28 મિનિટ પર શરૂ કરવામાં આવી છે. ઇસરો પ્રમાણે વૈજ્ઞાનિકોએ રોકેટમાં પ્રોપેલેટને ભરવાનું શરૂ કર્યું હતું અને તે પ્રક્ષેપણ માટે તૈયાર કરવામાં આવ્યું હતું. સવારે 9.28 મિનિટે ઉપગ્રહોને છોડવામાં આવ્યાં હતા.

પહેલી વખત આટલી મોટી સંખ્યામાં રોકેટ સાથે ઉપગ્રહને છોડીને ઇસરોએ રેકોર્ડ સર્જ્યો છે. રશિયા અંતરિક્ષ એજન્સી દ્વારા પહેલાં 327 ઉપગ્રહોનું સફળ પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું. પરંતુ દુનિયાના કોઇ પણ દેશે 104 ઉપગ્રહો એક સાથે છોડવામાં સફળતા પ્રાપ્ત કરી નથી. ત્યારે ભારતે આજે આ રેકોર્ડ સર્જ્યો છે. આ પહેલાં ભારતે જૂન 105માં એક સાથે 23 ઉપગ્રહો છોડ્યા હતા.

http://sambhaavnews.com/

You might also like