ISROએ 450 કરોડનાં ખર્ચે નિર્મિત શાંતિદૂત સફળતા પુર્વક પ્રક્ષેપિત કર્યો

નવી દિલ્હીઃ સાત દક્ષિણ વિસ્તારના દેશોમાં સંચાર વધારે સારો કરવા માટે ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો) દક્ષિણ એશિયાઇ સંચાર ઉપગ્રહ જીસેટ-9ના પ્રક્ષેપણ માટેની ઉંઘી ગણતરી ગુરૂવારથી શરૂ કરી દીધી છે. આ યોજનામાં પાકિસ્તાને કોઇ જ લાભ પ્રાપ્ત નહીં થાય. આ ભૂ-સ્થિર સંચાર ઉપગ્રહને ઇસરોએ બનાવ્યું છે. ઇસરો તેને શુક્રવારે શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર પરથી પ્રક્ષેપિત કરશે. આઠ સાર્ક દેશોમાંથી સાત દેશો આ યોજનાનો ભાગ છે. જ્યારે પાકિસ્તાને એમ કહીને આ યોજનાથી દૂર રહેવા જણાવ્યું હતું કે તેમની પાસે અંતરિક્ષ કાર્યક્રમ છે.

જીસેટ-9 ભારત તરફથી પડોસી દક્ષિણ એશિયાઇ દેશો માટે એક અનોખી ભેટ રહેશે. જ્યારે પાકિસ્તાનનું આ યોજનામાંથી બહાર રહેવાને કારણે તેને આ સેટેલાઇટથી કોઇ જ ફાયદો નહીં થાય. આ ઉપગ્રહને અંતરિક્ષ એજન્સી સ્વેદશ ક્રાયોજેનિક અપર સ્ટેજ સાથે પોતાના રોકેટ જીએસએલવી-એફ 09 સાથે પ્રક્ષેપિત કરવામાં આવશે. 235 કરોડના મિશનની સમય અવધિ 12 વર્ષ છે. આ ઉપગ્રહનો ઉદ્દેશ્ય દક્ષિણ એશિયાઇ દેશો વચ્ચે સૂચનાઓ ઉપલબ્ધ કરવાનું અને આદાન પ્રદાન મજબુત કરવાનું છે. સાથે જ આ ઉપગ્રહને પ્રત્યેક દેશના ડીટીએસ, વીસેટ ક્ષમતા અને આપદા સૂચનાના આદાન પ્રદાનને વધારવાનું છે. ઇસરોના અધ્યક્ષ એએસ કિરણ કુમારે જણાવ્યું છે કે ઉપગ્રહનું પરીક્ષણ સાજે 4.57 વાગે કરવામાં આવશે.

http://sambhaavnews.com/

You might also like