લોન્ચ થયો દુનિયાનો સૌથી મોંઘો સ્માર્ટફોન, કિંમત 10 લાખ રૂપિયા

નવી દિલ્હી: ઇઝરાઇલની એક સ્ટાર્ટઅપ સિરિન લેબ્સે લંડનમાં દુનિયાનો સૌથી મોંઘો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. તેની કિંમત $16,000 (લગભગ 10 લાખ રૂપિયા) છે. કંપનીનો દાવો છે કે આ ફોનના માધ્યમથી કરવામાં આવેલા બધા કમ્યૂનિકેશ 256 બિટ-ટુ-ચિપ એન્ક્રિપ્ટેડ એટલે કે સિક્યોર ક્રિપ્ટોપ્રોસેસિંગથી સજ્જ હશે. સિક્યોર કોમ્યૂનિકેશન માટે આ ટેક્નોલોજી મિલેટ્રી ફોર્સ પણ કરે છે.

ખાસ સિક્યોરિટી સ્વિચ
તેની મોંઘીદાટ કિંમતના લીધે તેને સ્માર્ટફોનનો રોલ્સ રોયસ પણ કહેવામાં આવી રહ્યું છે. જો કે તેનું Solarin છે અને તેની બેક પેનલ એક ફિજિકલ સિક્યોરિટી સ્વિચ બટન આપવામાં આવ્યું છે. તેને ક્લિક કરતાં જ સુપર સાઇબર સિક્યોર મોડ અનેબલ થઇ જશે. આ મોડ ખાસકરીને એન્ક્રિપ્ટેડ કોલિંગ અને મેસેજિંગ માટે બનાવવામાં આવ્યો છે. એટલે કે આ મોડને અનેબલ કરીને તમે યૂજર આ ફોનમાં બીજું કામ કરતો નથી.

એન્ડ્રોઇડ 5.1 લોલીપોપ બેસ્ટ કસ્ટમ ઓએસ પર કામ કરનાર આ સ્માર્ટફોનમાં ક્વોલકોમ સ્નૈપડ્રૈગન 810 પ્રોસેસર લગાવવામાં આવ્યું છે અને તેનો રિયર કેમેરો 23.8 મેગાપિક્સલનો છે. આ ઉપરાંત તેમાં 5.5 ઇંચની 2K રિઝોલ્યુશનવાળી આઇપીએસ સ્ક્રીન આપવામાં આવી છે.

તેની બેટરી 4,000mAhની છે અને તેમાં 4GB રેમ અને 128GBની ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. તેમાં ફક્ત એક સિમ લગાવી શકાય છે અને તેમાં ત્રણ પાવરફૂલ સ્પીકર્સ લાગેલા છે. તેના પાવર બટનમાં ફિંગરપ્રિંટ સ્કેનર લગાવવામાં આવ્યું છે.

સૌથી સિક્યોર સ્માર્ટફોન હોવાનો દાવો
કંપનીના અનુસાર તેને દુનિયાનો સૌથી સિક્યોર સ્માર્ટફોન ડેવલોપ કર્યો છે જે બીજા ફોનથી વધુ ઝડપી હોય અને યૂજર્સને પ્રાઇવેસી મળી શકે. કંપનીના સીઇઓએ કહ્યું કે દુનિયાભરમાં સાઇબર એટેક્સ સામાન્ય થઇ ગયા છે અને એટલા માટે આ સ્માર્ટફોન કસ્ટમર્સને કોઇપણ પ્રકારના સાઇબર હુમલાઓથી સ્પાઇથી બચાવશે.

You might also like