ISISએ કેન બોમ્બથી રશિયન વિમાન ફૂંકી માર્યું હતું

કાહિરા: ત્રાસવાદી સંગઠન આઈએસઆઈએસ રશિયન વિમાન ફૂંકી મારવા અને પેરિસ હુમલાનો જશ્ન મનાવી રહ્યું છે. આઈએસઆઈએસએ પોતાના ઓનલાઈન મેગેઝિન ‘દાકિબ’માં રશિયન વિમાનમાં બોમ્બ મૂકવાની જવાબદારી સ્વીકારી છે. આઈએસઆઈએસએ આ અંગે મેગેઝિનમાં ફોટો પબ્લિશ કરીને રશિયન વિમાનમાં કઈ રીતે કેન બોમ્બ દ્વારા બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે મિસરના શર્મ અલ શેક રિસોર્ટથી ઉડાન ભર્યા બાદ ૨૩ મિનિટમાં આ વિમાન તૂટી પડતાં ૨૨૪નાં મોત થયાં હતાં.

આઈએસઆઈએસએ હવે મેગેઝિનમાં બોમ્બ કઈ રીતે રાખવામાં આવ્યો હતો તેની વિગતો રજૂ કરી છે. આઈએસઆઈએસ એવું પણ જણાવે છે કે મિસરના એરપોર્ટની સુરક્ષાને ધોખો દઈને પ્લેનમાં બોમ્બ રાખવામાં આવ્યો હતો. કેન બોમ્બ ફાટવાથી પ્લેન તૂટી પડ્યું હતું. તેમાં ૧.૫ કિલોના વિસ્ફોટકો હતા. ૧૮મી નવેમ્બરે રશિયાની ફેડરલ સિક્યોરિટીના સર્વિસના ડાયરેક્ટર એલેકઝાન્ડર બોર્ટ નિકોવે જણાવ્યું હતું કે અમારું માનવું છે કે પ્લેનમાં બોમ્બ રાખવામાં આવ્યો હતો.

You might also like