ISISએ જાહેર કર્યો નવો વીડિયો, PM મોદી સહિત બીજા નેતાઓને પણ ગણાવ્યા મુસ્લિમોના દુશ્મન

ખૂંખાર આતંકી સંગઠન આઈએસઆઈએસે એક નવો વીડિયો પોસ્ટ કર્યો છે. વીડિયોમાં આઈએસઆઈએસે નવા વર્ષના સેલિબ્રેશન દરમિયાન તૂર્કીમાં થયેલા હુમલાની જવાબદારી લીધી છે. સાથે જ, આ વીડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મુસ્લિમો વિરુદ્ધ કામ કરનારા નેતા તરીકે ચિત્રિત કરવામાં આવ્યા છે. ક્રોશ શીલ્ડ નામનો આ વીડિયો 19 મિનિટનો છે. આ વીડિયો તૂર્કી અને અરબી ભાષામાં છે. આમાં વડાપ્રધાન મોદી સિવાય રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમેર પુતિન અને પોપ ફ્રાન્સિસના ફોટા પણ બતાડવામાં આવ્યા છે.

મીડિયાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વીડિયોમાં ઇદોર્ગન સાથે પીએમનો ફોટો બતાવ્યો છે. આ ફોટો જોવામાં તો નવેમ્બર 2015માં તૂર્કીમાં જી-20 સમિટનો લાગી રહ્યો છે. વીડિયોના અંતમાં બતાવવામાં આવ્યો છે કે આઈએસઆઈએસના આતંકી તૂર્કી સેન્યના બે જવાનોને જીવતા સળગાવી રહ્યા છે.

આ વીડિયોમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમેર પુતિન, પોપ ફ્રાંન્સિસ, તૂર્કીના રાષ્ટ્રપતિ રિસેપ એદોર્ગન, સીરિયના રાષ્ટ્રપતિ બશર-અલ-અસાદ સહિત ઘણા અનેક નેતાઓને બતાડવામાં આવ્યા છે. આઈએસે તમામ નેતાઓને ઇસ્લામ વિરોધી ગણાવતા મુસ્લિમ વિરોધી જાહેર કરી દીધા છે.

વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે તમામ મોટા નેતા તૂર્કીના રાષ્ટ્રપતિ રેકેપ ઇદર્ગોનનો સાથ આપીને આઈએસઆઈએસ વિરુદ્ધ કાર્યવાહી પણ કરી રહ્યા છે. વીડિયોમાં તૂર્કી દ્વારા સીરિયામાં જનારા સૈન્ય કાર્યવાહીનો પણ વિરોધ કરવામાં આવ્યો છે.

You might also like