Video: અાઈઅેસઅાઈઅેસનો નવો વીડિયો જારી, બ્રિટનને અાપી ધમકી

બૈરુત: અાતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટે રવિવારે એક નવો વીડિયો જારી કર્યો છે. અા વીડિયોમાં અાતંકીઅો પાંચ જાસૂસોની હત્યા કરતા દર્શાવાયા છે. વીડિયોમાં કહેવાયું છે કે જાસૂસ ઇરાક અને સિરિયામાં અાઈઅેસ વિરુદ્ધ લડનાર અાંતરરાષ્ટ્રીય ગઠબંધન માટે કામ કરતા હતા.

અાઈઅેસઅાઈઅેસ અા વીડિયોના માધ્યમથી બ્રિટનને ધમકી અાપી છે. સાઈડ ઇન્ટેલિજન્સ ગ્રૂપે જણાવ્યું કે વીડિયોમાં રાકાથી પાંચ લોકોને જાસૂસીની વાત કબૂલ કરતા દર્શાવાયા છે. તેમાં અંગ્રેજી બોલનારો એક અાઈઅેસ અાતંકી અાઈઅેસના પડકાર અાપવા માટે બ્રિટિશ વડા પ્રધાનની મજાક ઉડાવે છે અને તેને મૂર્ખ ગણાવે છે.

વીડિયોમાં જે પાંચ લોકોની હત્યા કરાઈ છે તે તમામે જાસૂસીમાં સામેલ હોવાની વાત કબૂલી છે. અાવા સંજોગોમાં અે સ્પષ્ટ રીતે જાણી શકાતું નથી કે તેઅો કયા દેશ માટે કામ કરે છે, પરંતુ તેમાંથી એક ઇરાક અને સિરિયામાં અાઈઅેસ વિરુદ્ધ લડનાર અમેરિકાના નેતૃત્વવાળા અાંતરરાષ્ટ્રીય ગઠબંધનનો ઉલ્લેખ કરે છે.

You might also like