ISમાંથી મુક્ત થયા બાદ પૂર્વ જેહાદીઅે કહ્યું, મારી જિંદગી નરક બની હતી

અમાન: ઇસ્લામિક સ્ટેટમાં સામેલ થવા માટે જિંદગીના રસ્તાઅો પરથી ભટકી ગયેલા કેટલાયે યુવાનોની કહાણીઅો સામે અાવતી રહે છે. અબુ અલીની કહાણી પણ ઇસ્લામિક સ્ટેટના નરકને અને તેમાંથી મળેલી સ્વર્ગ જેવી અાઝાદીને વર્ણવે છે.
પર્સનલ જિંદગીની પરેશાનીઅોથી કંટાળીને અબુઅે જાન્યુઅારી ૨૦૧૫માં ઇસ્લામિક સ્ટેટનો રસ્તો પસંદ કર્યો હતો. ૩૮ વર્ષના અા યુવાનની નોકરી ચાલી ગઈ હતી. પત્ની માતા બની શકે તેમ ન હતી અને અા પરિસ્થિતિમાં અબુઅે પત્નીને તલાક અાપ્યા. સારા મુસલમાન બનવા અને કંઈક બનવાના હેતુસર અબુ ઇસ્લામિક સ્ટેટમાં સામેલ થવા ઇચ્છતો હતો પરંતુ જ્યારે તે તુર્કીની સીમા વટાવીને સીરિયામાં દાખલ થયો તો બુરાઈના કાદવમાં ફસાઈ ગયો. તેણે જબરજસ્તી લડાઈના મેદાનમાં લાવવામાં અાવ્યો.

સીરિયામાં ઇસ્લામિક સ્ટેટ સાથે પોતાના અનુભવો અંગે જણાવતાં અબુ કહે છે કે જે જગ્યાઅે મને લવાયો હતો તે એક અેરપોર્ટ જેવું હતું. ત્યાં ઘણા બધા લોકો હતા. મેં અમેરિકનોને જોયા. જ્યાં અન્ય દેશના ફ્રેન્ચ અને અંગ્રેજી બોલનારા લોકો હતા. માત્ર એક સીરિયાઈ હતો.

અબુ અલીને જોર્ડનમાં પાઇલટ મોજ અલ-કસાબેહને એક ગુફામાં જીવતો સળગાવ્યાના વીડિયો બતાવાયાે સહયોગથી અબુ પણ જોર્ડનથી હતો. તે અા વાતથી ખૂબ ડરી ગયો.  અા પરિસ્થિતિની વચ્ચે અબુ અલીની પત્નીઅે વોટ્સઅેપ પર તેનો સંપર્ક કર્યો અને તેને અહેસાસ થયો કે હવે ઇસ્લામિક સ્ટેટમાંથી બહાર નીકળવાનો સમય અાવી ગયો છે.

અબુ ત્રણ મહિના સુધી અાઈઅેસના નરકમાં સડ્યા બાદ ફરી બહાર અાવી શક્યો છે. બહાર અાવીને તેણે કહ્યું કે મારી જિંદગી ખરેખર જહન્નમ બની ગઈ હતી.

You might also like