ISISએ લીધી સંસદ અને તેહરાન હૂમલાની જવાબદારી

તેહરાન : ઇરાનની સંસદ અને ખમૈની મકરબા પર થયેલ હૂમલાની જવાબદારી ઇસ્લામિક સ્ટેટએ સ્વિકારી લીધી છે. સમાચાર એજન્સી અમકે એક નિવેદનમાં આ અંગે માહિતી આપી હતી. આઇએસઆઇએસ જ્યારે કોઇ આતંકવાદી હૂમલાની જવાબદારી લે છે તો તેનાં સમાચાર સામાન્ય રીતે અમકનાં હવાલાથી જ આવે છે. ઉલ્લેખનીય છે કે બુધવારે સવારે ઇરાનની સંસદ પર હૂમલો થયો હતો.

જે સમયે આ હૂમલો કરવામાં આવ્યો તે સમયે સંસદનું સત્ર ચાલી રહ્યું હતું. જો આઇએસઆઇએસનો આ દાવો સાચો છે તો ઇરાનની અંદર આ તેનો પહેલો હૂમલો છે. ઇરાનની સંસદનાં સ્પીકર અલી લરિજાનીએ સંસદની અંદર થયેલ ગોળીબારને સામાન્ય ઘટના ગણાવી હતી. તેમણે કહ્યું કે સુરક્ષાદળો આ પ્રકારનાં કાયરતાપુર્ણ હૂમલાને ખાળવા માટે સંરક્ષણ છે. હૂમલા છતા ઇરાનની સંસદે પોતાની કાર્યવાહી ચાલુ રાખી હતી.જો કે સત્રનાં અધ્યક્ષતા કરી રહેલા લરિજાનીએ કહ્યું કે આ હૂમલો સંકેત છે કે આતંકવાદી ઇરાનની અંદર મુશ્કેલી પેદા કરવાનાં પ્રયાસો કરી રહ્યા છે.

તેમણે કહ્યું કે, આતંકવાદ સામે લડવામાં ઇરાન ખુબ જ સક્રિય અને પ્રભાવી છે. ઇરાનની ગુપ્તચર મંત્રાલયનું કહેવું છે કે બુધવારે થયેલ ત્રણેય આતંકવાદી હૂમલાની રાજધાની તેહરાનમાં કરવામાં આવ્યો હતો.

You might also like