ISISના વડા અબુ બકર અલ બગદાદીને હવાઈ હુમલામાં ઈજા

વોશિંગ્ટન: આતંકવાદી સંગઠન આઈએસઆઈએસના વડા અબુ બકર અલ બગદાદી ગત વર્ષે મે માસમાં હવાઈ હુમલામાં ઈજાગ્રસ્ત થયો હતો અને તેણે પાંચ મહિના સુધી આ આતંકવાદી સંગઠનનું નેતૃત્વ છોડવું પડ્યું હતું તેમ અમેરિકન અધિકારીઓના સમર્થનથી સીએનએનએ માહિતી આપતાં જણાવ્યું હતું.

આ અંગે સીએનએનએ જણાવ્યું હતું કે અમેરિકન ગુપ્તચર વિભાગની એજન્સીઓને એ વાતનો વિશ્વાસ છે કે ગત વર્ષના મે માસમાં જ્યારે  સિરિયામાં રક્કા નજીક મિસાઈલ હુમલો થયો હતો ત્યારે બગદાદી ત્યાં હાજર હતો. ઉત્તર સિરિયામાં કેદ રહેલા લોકો અને શરણાર્થીઓ પાસેથી મળેલી માહિતીના આધારે ગુપ્તચર એજન્સીના લોકો આ નિર્ણય પર પહોંચ્યા હતા, જોકે એ સ્પષ્ટ નથી કે બગદાદીની હાલત ગંભીર છે કે નહિ, પરંતુ એટલું તો ચોક્કસ છે કે બગદાદી આતંકી સંગઠનની કામગીરી લાંબા સમય સુધી ચાલુ રાખી શક્યો ન હતો.

અમેરિકન ગુપ્તચર વિભાગના અધિકારીઓનું આ અનુમાન ઉત્તર સિરિયામાં આઈએસના કેદીઓ અે શરણાર્થીઓના અહેવાલ પર આધારિત છે. આ અહેવાલ હવાઈ હુમલાના અનેક મહિના બાદ બહાર આવ્યા છે.

બગદાદીને જે ઈજા થઈ હતી તે જીવલેણ કે ગંભીર ન હતી, પરંતુ તે સંગઠનના દરરોજના ઓપરેશન પર વોચ રાખી શકે તેવી સ્થિતિમાં ન હતો. હાલ આઈએસઆઈએસએ ઈરાકના મોસૂલ પરનો કબજો ગુમાવી દીધો હતો અને સંગઠનની રાજધાની ગણાતા રક્કાને અમેરિકી સમર્થક સેનાઓએ ઘેરી લીધું હતું,

You might also like