ISએ વિકલાંગ બાળકોને ખતમ કરવા ફતવો જારી કર્યો

દમિસ્ક: કુખ્યાત આતંકી સંગઠન આઇએસએ હવે વિકલાંગ અને અસશકત બાળકોને નિશાન બનાવવાનો નિર્ણય કર્યો છે. આઇએસએ ‌ઇરાક અને સિરિયામાં તમામ વિકલાંગ બાળકોની હત્યા કરવાનો ફતવો જારી કર્યો છે. મોસુલઆઇ નામના એક જૂથેે એવો દાવો કર્યો છે કે આઇએસ આવાં તમામ બાળકોને ખતમ કરવાની યોજના ઘડી રહ્યું છે.

અત્યાર સુધીમાં આઇએસ ઝેરી ઇન્જેકશન આપીને અથવા તો ગળું ઘોંટીને આવાં બાળકોની હત્યા કરી ચૂકયું છે. મોસુલઆઇ હવે આઇએસની તમામ પ્રવૃત્તિઓ પર બાજ નજર રાખી રહ્યું છે. આતંક અને બર્બરતાનો પર્યાય બની ચૂકેલ આઇએસનું માનવું છે કે જે બાળકો જન્મથી જ વિકલાંગ અને ખોડખાપણવાળાં છે તેમનો ઇલાજ ઘણો મુશ્કેલ છે અને આવાં બાળકો આજીવન વિકલાંગ રહેશે.

દરમિયાન સાઉદી અરેબિયાએ ૩પ ઇસ્લામિક દેશોના એક લશ્કરી ગઠબંનની જાહેરાત કરી છે જે આતંકવાદ સામે લડશે. આ ગઠબંધનનું નેતૃત્વ સાઉદી અરેબિયા કરશે.

You might also like