ISIS ભારતમાં હૂમલા માટે આત્મઘાતીઓ તૈયાર કરી રહ્યું છે

નવી દિલ્હી : બાંગ્લાદેશમાં થયેલ આતંકવાદી હૂમલા બાદ ભારતીય સુરક્ષા એજન્સી અસમ અને પશ્ચિમ બંગાળમાં આઇએસનાં હૂમલાની આશંકા વ્યક્ત કરી હતી. જો કે દરમિયાનમાં આવેલા એક રિપોર્ટે ચિંતામાં ઓરવધારો કર્યો છે. વાત જાણે એમ બની કે પેરિસ હૂમલા બાદ ધરપકડ કરાયેલા ફ્રેંચ આતંકવાદીએ ખુલાસો કર્યો છે કે આતંકવાદી સંગઠન આઇએસ કેટલાક ભારતીયોને આત્મઘાતી હૂમલાની ટ્રેનિંગ આપી રહ્યું છે.

રેડા હેન નામથી આ ફ્રેંચ નાગરિકને ઓગષ્ટ 2015માં ધરપકડ કરવામાં આવીહ તી. હેમને તપાસકર્તાઓને જણાવ્યું કે સીરિયામાં તેણે રશિયા અને ચેચેન્યાઇ નાગરિકોની સાથે ભારતીયોને પણ જોયા હતા. આ સાથે જ કેટલાક ચીની અને અમેરિકન નાગરિકો પણ જોવા મળ્યાહ તા. હેમને આઇએસનાં વિદેશી ઓપરેશન વિંગે ભર્તી કર્યોહ તો. આઇએસની આ વિંગને બગદાદીનાં પ્રવક્તા અબુ મોહમ્મદ અલ અદનાની ચલાવે છે. પશ્ચિમ ગુપ્તચર એજન્સીઓનું કહેવું છે કે અદનાનીનું કામ વિદેશી યુવકોને આત્મઘાતી બનાવવાનું છે.

હેમે જણાવ્યું કે તેની ટ્રેનિંગ સીરિયાનાં હોમ્સ પ્રોવિંસમાં થઇ હતી. ત્યાં કેટલાય દેશનાં જેહાદીઓ હતા. આ લોકોને બીજા દેશોમાં જઇને આંતવકવાદી હૂમલાની ટ્રેનિંગ આપવામાં આવી હતી. ભારતીય એજન્સીઓનાં અનુસાર આઇએસમાં લગભગ 25 ભારતીયો છે જેમાંથી 6નાં મોત થઇ ચુક્યા છે. ગત્ત વર્ષે ધરપકડ કરાયેલ મુંબઇનાં મજીદે પણ આ વાત સ્વિકારી હતી. આઇએસમાં ભારતીયોને સારા ફાઇટર નથી માનવામાં આવતા. મજીદે જણાવ્યું હતું કે સીરિયા અને ઇરાકમાં તેમની પાસે ટોયલેટ સાફ કરાવવામાં આવે છે.

You might also like