Categories: World

ISISએ ઇજિપ્તના ચર્ચમાં થયેલા બોમ્બ વિસ્ફોટની જવાબદારી સ્વીકારી

કાહિરા: ઇસ્લામિક સ્ટેટ આતંકી સમૂહે અહીં રવિવારના એક કોપ્ટિક ચર્ચમાં થયેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટના હુમલાની જવાબદારી સ્વીકારી છે. આ હુમલાને બુહઇશ્વરવાદ વિરુદ્ધની જંગ કહ્યું. આ હુમલામાં 25 લાખ લોકોના મોત થયા હતા. આતંકી સમૂહે ઓનલાઇન પોસ્ટ કરવામાં આવેલા એક નિવેદનમાં કહ્યું હતું કે આત્મઘાતી હુમલાખોરોએ વિસ્ફોટક બેલ્ટથી પોતાને ઉડાવી દીધો હતો.

જેહાદી સંગઠને કહ્યું કે ‘ઇજિપ્તમાં અને તમામ જગ્યાઓ પર તમામ નાસ્તિકો અને વિશ્વાસઘાતિઓને ખબર પડે કે બુહઇશ્વરવાદ પ્રત્યે અમારી જંગ ચાલું છે અને અલ્લા તાલાની ઇજાજતથી ખિલાફતનું શાસન તેઓનું લોહી વહેતું રહેશે જેથી દેશદ્રોહ ન થાય. ધર્મ સંપૂર્ણપણે અલ્લા માટે છે.’

ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ સીસીએ પીડિતો માટે આયોજિત શોકસભામાં સોમવારે ભાગ લીધો. રાષ્ટ્રપતિએ કહ્યું કે આ મામલામાં મહમૂદ શફીક મોહમ્મદ મુસ્તફા નામના 22 વર્ષીય યુવાનનો હાથ હતો. તેમણે જણાવ્યું કે આ હુમલામાં એક મહિલા સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.

મધ્ય કાહિરાના અબ્બાસિયા જિલ્લામાં સ્થિત સેંટ પીટર્સ ચર્ચમાં રવિવાર સવારે આશરે દસ વાગ્યે પ્રાર્થના સભા દરમિયાન વિસ્ફોટ થયો હતો જેમાં 25 લોકો માર્યા ગયા હતા આશરે 50 લોકો ઘાયલ થયા હતા. વિસ્ફોટ એટલો ભીષણ હતો કે જેની અસર ચર્ચમાં લાગેલા સેંટ માર્ક્સ કેથેડ્રલ સુધી પહોંચ્યો હતો.

Rashmi

Recent Posts

ક્રૂડમાં ઉછાળોઃ એક લિટર પેટ્રોલ રૂ. 100માં ખરીદવા તૈયાર રહો

નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલની વધતી જતી કિંમતથી જો તમે પરેશાન હો તો હજુ પણ વધુ પરેશાની સહન કરવા તૈયાર…

10 mins ago

શાકભાજીમાં બેફામ નફાખોરીઃ હોલસેલ કરતાં છૂટક ભાવ ચાર ગણા વધારે

અમદાવાદ: ચોમાસાના વરસાદ બાદ નવાં શાકભાજીની આવકમાં વધારો થયો છે, પરંતુ પાણીના મૂલે માર્કેટયાર્ડમાં હોલસેલમાં હરાજીમાં વેચાતાં શાકભાજી બજારમાં આવતાં…

40 mins ago

પાણીજન્ય રોગચાળાના ભરડા વચ્ચે પાણીના નમૂૂના લેવાની કામગીરી ઠપ

અમદાવાદ: શહેરીજનોમાં પાણીજન્ય રોગચાળા ઝાડા-ઊલટી, કમળો, ટાઇફોઇડ અને કોલેરાના કેસ સતત વધી રહ્યા હોઇ ભયનો માહોલ ફેલાયો છે. તંત્ર પણ…

50 mins ago

બુટલેગરના ઘરમાં બોમ્બ-હથિયાર મૂકવા મામલે શકમંદના SDS ટેસ્ટ થશે

અમદાવાદ: રથયાત્રાના આગલા દિવસે રાજપુર ટોલનાકા પાસે રહેતા લિસ્ટેડ બુટલેગર રફીક સંધી ઉર્ફે ગુડ્ડુ હવાલદારના ઘરના ધાબા પરથી મળી આવેલા…

53 mins ago

સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીએ અન્ય કેદી પર હુમલો કર્યો

અમદાવાદ: સાબરમતી સેન્ટ્રલ જેલમાં એક કેદીએ બીજા કેદી પર હુમલો કર્યો હોવાની ઘટના બહાર આવી છે. ઇજાગ્રસ્ત કેદીને સારવાર માટે…

1 hour ago

સ્કૂલના સંચાલકે IOCની પાઈપ પંચર કરી ઓઈલ ચોરી શરૂ કરી

અમદાવાદ: અમદાવાદ જિલ્લામાંથી પસાર થતી સલાયા-મથુરાની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની પાઈપલાઈનમાં પંચર કરી અન્ય પાઈપલાઈન જોડી અને ઓઈલ ચોરીનું કૌભાંડ સામે…

1 hour ago