ISIS નો નવો વીડિયો વાયરલ, પત્રકારોના કેમેરા અને લેપટોપમાં બોમ્બ લગાવી ઉડાવ્યા

સીરિયાઃ હાલમાં જ આતંકી સંગઠન ISISનો એક પ્રોપેગન્ડા વીડિયો બહાર આવ્યો છે. જેમાં પાંચ પત્રકારોને મારી નાખવામાં આવ્યાં છે. જેઓ ગુપ્ત રીતે ISISના અસલી ચહેરા લોકો સામે લાવે છે. આ ઘટનાને અંજામ આપવા માટે બગદાદી આતંકીઓએ એક ટેલિવિઝન પત્રકારના કેમેરામાં બોમ્બ ફિટ કરી દીધો અને તેના ગળામાં ફિટ કરીને એક ઘડાકા સાથે પત્રકારનો જીવ લઇ લીધો હતો.

ઇસ્લામિક સ્ટેટના આ વીડિયોને Inspirations of Satan  એટલે કે શૈતાનની પ્રેરણા નામ આપવામાં આવ્યું છે. ISISએ કોઇ પત્રકારના કેમેરામાં બોમ્બ લગાવ્યો છે. કોઇના લેપટોપમાં બોમ્બ લાગાવ્યો છે. આ રીતે ISISએ પાંચ પત્રકારોને મોતને ઘાટ ઉતાર્યા છે. આ વીડિયોને પ્રોફેશનલ અંદાજથી સૂટ કરવામાં આવ્યો છે. વીડિયોમાં એક  એક કરીને દરેક પત્રકારનો પરિચય આપવામાં આવ્યો છે. ત્યાર બાદ ખુદ પત્રકાર કબુલ કરે છે કે તેમને કઇ બાબતને લઇને ISIS દ્વારા સજા આપવામાં આવી રહી છે.

ISISના આતંકીઓએ વીડિયોમાં જણાવ્યું  છે કે જે પત્રકાર ISIS વિરૂદ્ધ સમાચાર છાપશે અથવા તો વીડિયો બનાવશે તેનું આ રીત જ માથુ વાઢી વાકઠવામાં આવશે પછી તે યૂરોપમાં પણ કેમ ન રહેતો હોય. બ્રિટન સ્થિત સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યૂમન રાઇટ્સે માહિતી આપી છે કે એક પત્રકાર જે તેમને માહિતી પહોંચાડતો હતો તે માત્ર 28 વર્ષનો હતો. જ્યારે એક પત્રકાર કુવૈતી ન્યૂઝ અલ જજીરા અને બીજો ન્યૂયોર્ક સ્થિત હ્યુમન રાઇટ વોચને માહિતી આપતો હતો. યમન અને ઇરાક પછી સીરિયા પત્રકારો માટે સૌથી ખતરનાક દેશ છે. વર્ષ 2010માં અહીં 95 પત્રકારનો મારી નાંખવામાં આવ્યાં હતા.

 

You might also like