ISની ચેતવણી રમજાનનાં મહિનામાં સમગ્ર યુરોપને ધણધણાવશે

બગદાદ : આતંકવાદી સંગઠન આઇએસઆઇએસએ રમજાનનાં મહિનામાં અમેરિકા સહિત સમગ્ર યુરોપને ધણધણાવવાની ધમકી આફી છે. આતંકવાદી સંગઠનનાં પ્રવક્તાની તરફથી બહાર પાડવામાં આવેલ એક ઓડિયોમાં ઇસ્લામીક સ્ટેટએ પોતાનાં લડાકુઓ અને સમર્થકોને આ દેશોનાં સૈન્ય સ્થળો અને સામાન્ય નાગરિકોને નિશાન બનાવવાની વાત સ્વિકારી હતી. રમજાનનાં મહિનાની શરૂઆત જુન મહિનાથી થઇ રહી છે.

આ ઓડિયો સંદેશમાં ધમકી આપવામાં આવી કે રમજાન ફતવાઓ અને જેહાદનો મહિનો છે. તૈયાર થઇ જાઓ કમર કસી લો જેથી કાફીરો માટે આ વિધ્વંસનો મહિનો બની જાય… ખાસકરીને અમેરિકા અને યૂરોપમાં ખલીફા શાસનનાં લડાકુઓ અને સમર્થકો તૈયાર થઇ જાઓ. ઇન્ટેલિજન્સ રિપોર્ટ અનુસાર આ ઓડિયો ક્લિપમાં અબૂ મોહમ્મદ અલ અદનાનીનો અવાજ છે જે ઇસ્લામીક સ્ટેટનો પ્રવક્તા માનવામાં આવે છે. આ ઓડિયો ટ્વિટર દ્વારા બહાર આવ્યો છે.

અદનાનીએ આ ઓડિયોમાં જણાવ્યું કે જો તમે આ દેશોમાં નાની નાનાં હૂમલાઓ કરશો તો પણ તે આપણા માટે ઘણુ સારૂ અને સ્થાયી હશે. અમારી સાથે જોડાઓ. જો તમે ઇસ્લામીક સ્ટેટ સાથે જોડાવા માંગો છો તો અમે આશા રાખીએ કે તમે કાફીરોને સજા આપો. જો અમે તમારી જગ્યાએ હોતા તો અમે કાફિરોને દિવસ રાત સજા આપતા. આ સાથે જ આ ઓડિયો સંદેશમાં ISISએ પોતાની વિરુદ્ધ કરવામાં આવેલ અમેરિકાનાં હૂમલાઓની પણ મજાક ઉડાવી હતી. તેમાં કહેવાયું કે અમેરિકા તેની વિરુદ્ધ અત્યાર સુધી હજારો હવાઇ હૂમલા કરી ચુક્યા છે પરંતુ IS હજુ પણ યથાવત્ત છે.

You might also like