Categories: India

દેશનાં ત્રણ મોટાં શહેરમાં પેરિસ જેવા હુમલા કરી શકે છે ISIS

નવી દિલ્હી: પ્રજાસત્તાકદિનને ધ્યાનમાં લઈને ઇન્ટલિજન્સ બ્યૂરોઅે ભારતનાં ત્રણ મુખ્ય શહેરો પર ખોફનાક અાતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (IS)ના મોટા હુમલા થઈ શકે છે તેવું અેલર્ટ જારી કર્યું છે. અા હુમલા પેરિસ અને જાકાર્તાની સ્ટાઈલના ખાસ કરીને મુંબઈ અને કોલકાતા જેવાં શહેરોમાં થઈ શકે છે અેટલું જ નહીં, અાઈબીનું કહેવું છે કે ઇસ્લામિક સ્ટેટ ૨૬મી જાન્યુઅારી પ્રજાસત્તાકદિને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય અતિ‌થિ તરીકે અાવી રહેલા ફ્રાન્સના પ્રમુખ ફ્રાંસ્વા હોલાન્દે પણ નિશાન બનાવી શકે છે.

અાઈબીઅે પોતાના અેલર્ટમાં જણાવ્યું છે કે પાકિસ્તાન સ્થિત અાતંકી સંગઠન લશ્કર-એ- તોઇબાના કેમ્પમાં હિલચાલ વધી ગઈ છે. પ્રજાસત્તાકદિને ૧૦થી ૧૫ જેટલા અાતંકીઅો દેશનાં ત્રણ મેટ્રો શહેરના શોપિંગ મોલને નિશાન બનાવી શકે છે, અામાંથી ત્રણ પાસે મહંમદ ઇલિયાસ, નાવેદ ખાન અને સલીમ અહેમદ નામનાં અોળખપત્રો પણ હશે. તેમના નિશાન પર મુંબઈનો ફિનિક્સ મોલ અને દિલ્હીનો સિલેક્ટ સિટી મોલ પણ હોઈ શકે છે. અા ત્રાસવાદીઅો મોટા હુમલાને અંજામ અાપી શકે છે.

બીજી બાજુ બેંગ્લુરુમાં ફ્રાન્સના દૂતાવાસને એક ધમકીભર્યો પત્ર મળ્યો છે કે ફ્રાન્સના પ્રમુખ ફ્રાંસ્વા હોલાન્દેએ ભારત અાવવું જોઈઅે નહીં. અે‌ડિશનલ કમિશનર ચરણ રેડ્ડીઅે જણાવ્યું હતું કે અા કેસમાં એફઅાઈઅાર નોંધવામાં અાવી છે. અંગ્રેજીમાં લખેલા અા પત્રમાં વ્યાકરણની ઘણી ભૂલો છે. ધમકીભર્યા અા કાગળમાં છેલ્લે ત્રાસવાદી સંગઠન અલ કાયદાનું નામ લખેલું છે.

અાઈબીના એલર્ટમાં જણાવાયું છે કે ઇસ્લામિક સ્ટેટે અા અગાઉ તેનાથી પ્રભાવિત થયેલા યુવાનોને ઇરાક અને સિ‌રિયામાં જેના માટે લડવા અાવવા અામંત્રણ અાપ્યું હતું, પરંતુ હવે ઇસ્લામિક સ્ટેટે અા યુવાનોને પોતાના જ કેસોમાં અાતંકી હુમલાને અંજામ અાપવા જણાવ્યું છે.

admin

Recent Posts

માયાવતીએ કોંગ્રેસને આપ્યો ઝટકો, છત્તીસઢમાં જોગી સાથે કર્યું ગઠબંધન

છત્તીસગઢમાં છેલ્લા દોઢ દાયકાથી સત્તા પર રહેલી ભાજપ સરકાર રાજ્યમાં પોતાની સત્તા બચાવવા પ્રયત્ન કરી રહી છે ત્યારે કોંગ્રેસ સત્તામાં…

11 hours ago

PM મોદી મેટ્રોમાં પહોંચ્યા IICCની આધારશિલા રાખવા, લોકોએ હાથ મિલાવી લીધી સેલ્ફી

દિલ્હીના આઇઆઇસીસી સેન્ટર (ઇન્ટરનેશનલ કન્વેશન એન્ડ એકસ્પો સેન્ટર)ની આધારશિલા રાખવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકવાર ફરી મેટ્રોમાં સવારી કરી હતી.…

12 hours ago

સ્વદેશી બેલેસ્ટિક મિસાઇલનુ સફળ પરીક્ષણ, દરેક મૌસમમાં અસરકારક

સ્વદેશ વિકસિત અને જમીનથી જમીન પર થોડા અંતર પર માર કરનારી એક બેલિસ્ટિક મિસાઇલનું આજરોજ ભારે વરસાદ વચ્ચે ઓડિશાના તટીય…

13 hours ago

ઇજાગ્રસ્ત હાર્દિક પંડયા બહાર, ટીમ ઇન્ડિયામાં ત્રણ ફેરફાર, જાડેજાનો ટીમમાં સમાવેશ

હાલમાં ચાલી રહેલા એશિયા કપની ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત હાર્દિક પંડયા ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છે.…

14 hours ago

એમેઝોન અને સમારાએ રૂ. 4,200 કરોડમાં આદિત્ય બિરલાની રિટેઈલ ચેઈન ‘મોર’ ખરીદી

નવી દિલ્હી: ઇ-કોમર્સની દિગ્ગજ કંપની એમેઝોન અને પ્રાઇવેટ ઇક્વિટી કંપની સમારા કેપિટલે મળીને આદિત્ય બિરલા ગ્રૂપની રિટેલ ચેઇન મોર (More)…

14 hours ago