ISISએ વિડીયો દ્વારા બાંગ્લાદેશ પર વધુ હુમલાની આપી ધમકી

ઢાકા : ઢાકા હુમલાને હજી એક અઠવાડીયું પણ નથી થયું ત્યાં ISIS આતંકી સંગઠને એક વિડીયો દ્વારા બાંગ્લાદેશમાં વધુ હુમલા કરવાની ધમકી આપી છે. આ વિડીયોમાં આઇએસએ મુજાહિદો અને મુજાહિદ દેશો પર હુમલા કરવાની ધમકી આપી છે.

આ વિડીયો રક્કાથી બાંગ્લામાં આઇએસથી જોડાયેલ એક વેબસાઇટ પર મુકવામાં આવ્યો છે. બુધવારે આ વિડીયોને યુ-ટયૂબ પર રિલીઝ કરી દેવામાં આવ્યો. વિડીયોમાં જે લોકોને દેખાડવામાં આવ્યા છે તેમાં ત્રણ બાંગ્લાદેશી મૂળના છે, પરંતુ તેની ઓળખ થઇ શકી નથી. વિડીયોમાં આ લોકો કહી રહ્યા છે, અમે મુજાહિદોંની હત્યા કરવાની ત્યાં સુધી બંધ નહીં કરીએ જ્યા સુધી અમે જીત નહી મેળવી લઇએ અથવા તો અમારા ધર્મ માટે મરી નહી જઇએ. અમે શહીદ થઇશું અને શહાદત દઇશું. અમારી પાસે ગુમાવવા માટે કાંઇ નથી.

વિડીયોમાં બીજો માણસ સરકારને કાફિર કહી રહ્યો છે. તે કહી રહ્યો છે સરકારે અલ્લાહનો કાનૂન બદલી નાંખ્યો છે અને માણસોએ બનાવેલ કાનૂન લાગૂ કરી દીધો છે એટલા માટે તેઓ કાફીર થઇ ગયા છે. અમારા ધર્મ મુજબ અમારી ફરજ છે અમે તેઓ વિરુધ્ધ લડીએ. મુજાહિદ દુનિયાભરમાં બેગુનાહ મુસ્લિમોની વિમાન અને બોમ્બ વિસ્ફોટ દ્વારા મોતને ઘાટ ઉતારી રહ્યા છે.

You might also like