Categories: India

ISIS સંબંધિત નેટ સર્ફિંગમાં શ્રીનગર-મુંબઈના યુવાનો મોખરે

નવી દિલ્હીઃ સરકાર ભલે ભારતમાં મુસલમાનો પર ખૂંખાર અાતંકી સંગઠન અાઈઅેસઅાઈઅેસના પ્રભાવને અત્યંત સીમિત ગણાવતી હોય પરંતુ સાચી વાત અે છે કે અહીંના યુવાનો અાઈઅેસઅાઈઅેસની ગતિવિધિઅો સાથે જોડાયેલી જાણકારી અેકઠી કરવામાં ખૂબ જ દિલચસ્પી લઈ રહ્યા છે. અાઈઅેસઅાઈઅેસ પ્રત્યે તેમની ઉત્સુકતાના પુરાવા ઇન્ટરનેટ સર્ફિંગમાં કરાયેલા એક સર્વેમાં સામે અાવી છે. 

ગુપ્તચર સંસ્થાઅો દ્વારા રાષ્ટ્રીય સ્તર પર કરવામાં અાવેલા સર્વેમાં અા તથ્ય ઊભરીને સામે અાવ્યાં છે કે દેશના મહાનગરો અને મોટાં શહેરો જ નહીં પરંતુ નાનાં શહેરો અને તાલુકાઅોમાં પણ અાઈઅેસઅાઈઅેસ સંબંધિત અોનલાઈન સર્ચ કરવામાં અાવી રહ્યા છે. અા અાતંકવાદી સંગઠન સાથે જોડાયેલી ઇન્ટરનેટ ટ્રાફિક વોલ્યુમથી જાણવા મળે છે કે એકબાજુ બેંગ્લુરુ અને હૈદરાબાદ જેવા ટેકનોસેવી શહેરો તો બીજી બાજુ શ્રીનગર અને ગુવાહાટી જેવાં શહેરો તેમજ ચીન્જવાડ અને ઉન્નાવ જેવા વિસ્તારોનું પણ અાઈઅેસઅાઈઅેસ સાથે જોડાયેલા હેવી ઇન્ટરનેટ સર્ફિંગમાં મહત્વનું યોગદાન છે. બીજી તરફ મુંબઈ એકલું એવું મહાનગર છે જે અાઈઅેસઅાઈઅેસમાં અોનલાઈન દિલચસ્પી લઈ રહેલા ભારતના ટોપ છ શહેરોમાં સામેલ છે. અા લિસ્ટમાં મુંબઈ ઉપરાંત શ્રીનગર, ગુવાહાટી જેવા શહેરો પણ છે. 

સેન્ટ્રલ યુપીનું કાનપુર પાસેનું ઉન્નાવ અા લિસ્ટમાં છઠ્ઠા સ્થાન પર છે. અોગસ્ટની શરૂઅાતમાં કેન્દ્રીય ગૃહમંત્રાલયના અાદેશ પર અા સર્વેનાં પરિણામોને ૧૨ રાજ્યના મુખ્ય સચિવો અને ત્યાંના પોલીસ પ્રમુખોની સામે રાખવામાં અાવ્યા છે. અા હાઈપ્રોફાઈલ મિટિંગમાં અાઈઅેસઅાઈઅેસ પ્રત્યેના વધતા ક્રેઝ પર ચર્ચાઅો થઈ.

ચર્ચામાં અે વાત સામે અાવી કે જમ્મુ કાશ્મીરમાં અાઈઅેસઅાઈઅેસ સંબંધિત મીડિયા એક્ટિવિટીઝ છે. ત્યારબાદ અાસામ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળનો નંબર અાવે છે. બીજી તરફ ઉત્તર પ્રદેશ એવું રાજ્ય છે જ્યાં સૌથી વધુ શહેરોમાં અાઈઅેસઅાઈઅેસના પ્રચારને અોનલાઈન જોવા અને સાંભળવામાં અાવે છે.

ટ્વિટર, ફેસબુક, યુ ટ્યૂબ અને ગુગલ દ્વારા ઇન્ટરનેટ દ્વારા સર્ચિંગના સર્વેમાં ભારતના ૧૬થી ૩૦ વર્ષની ઉંમરના વર્ગ પર અાઈઅેસઅાઈઅેસનો જાદુ સૌથી વધુ ચાલી રહ્યો છે. નવાઈની વાત અે છે કે અા ઉંમરના માત્ર છોકરાઅો નહીં પરંતુ છોકરીઅોમાં પણ સમાન રીતે અાઈઅેસઅાઈઅેસ પ્રત્યે ઉત્સુકતા જોવા મળી. ચિંતાની વાત અે છે કે અા ખૂંખાર અાતંકવાદી સંગઠનને ચાહનાર કોઈ ખાસ નહીં પરંતુ દરેક પ્રકારના શૈક્ષણિક અને સામાજિક બેગ્રાઉન્ડ ધરાવતા લોકો છે.

અાઈઅેસઅાઈઅેસમાં રસ રાખનાર દેશોની સરખામણીમાં પાકિસ્તાન અને અન્ય દેશો કરતાં ભારત ઘણું પાછળ છે પરંતુ અહીંના યુવાનોમાં તેમના પ્રત્યે વધતી દીવાનગી માત્ર સરકાર નહીં પરંતુ વિવિધ એજન્સીઅો અને તંત્ર માટે પણ ચિંતાનું કારણ બની છે. અાતંકી સંગઠન પ્રત્યે અોનલાઈન દિલચસ્પીનું જ પરિણામ છે કે મુંબઈના કલ્યાણથી ચાર યુવાનો અાઈઅેસઅાઈઅેસ જોઈન કરવા નીકળ્યા હતા. તેમાંથી અેક ભારત પરત ફરી ચૂક્યો છે. કાશ્મીરમાં રોજબરોજ અાઈઅેસઅાઈઅેસના ઝંડા લહેરાવાની ઘટનાઅો પણ અોનલાઈન સર્ચથી પ્રેરિત છે.

 

 

admin

Recent Posts

સાપ્તાહિક રાશિ ભવિષ્ય: જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોની થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ

મેષઃ સમારોહ, પારિવારિક મેળાવડાઓમાં ભાગ લઇ શકશો. તમારાં સ૫નાં અને આશાઓ વાસ્તવિકતામાં ફેરવાતાં જણાશે. પારિવારિક સંબંધો મજબૂત અને સુરક્ષિત રહેશે, તમારી…

11 hours ago

…તો મારી પાસે ટોપ બેનરની ફિલ્મો ન હોતઃ સોનમ કપૂર

સોનમ કપૂરે બોલિવૂડમાં ૧૦ વર્ષ પૂરાં કરી લીધાં છે તેમ છતાં પણ તે ટોપ ફાઇવ અભિનેત્રીઓમાં ક્યારેય સામેલ થઇ શકી…

11 hours ago

રૂ.11 લાખની ઉઘરાણી કરતાં વેવાઈ પક્ષના સંબંધીની બે ભાઈએ હત્યા કરી

અમદાવાદ; શહેરમાં નવા વર્ષથી હત્યાનો સિલસિલો શરૂ થઇ ગયો છે. દર એકાદ-બે દિવસે અલગ અલગ કારણોસર હત્યાના બનાવ બની રહ્યા…

12 hours ago

નર્મદાનાં પાણીમાં પેસ્ટિસાઈડ્સનું પ્રમાણ ચકાસવા મશીન મુકાશે

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરીજનોને ખુલ્લી નર્મદા કેનાલમાંથી પીવાનું પાણી પૂરું પડાતું હોઇ આ પાણીમાં ભળતાં પેસ્ટિસાઇડ્સ(જંતુનાશક દવાઓ)ના પૃથક્કરણ…

12 hours ago

એક તરફી પ્રેમમાં પાગલ યુવાને સિવિલનાં મહિલા ડોક્ટરની ઊંઘ હરામ કરી

અમદાવાદ: સિવિલ હોસ્પિટલના રે‌િડયોલોજી વિભાગમાં ફરજ બજાવતી એક રે‌િસડન્ટ ડોક્ટર યુવતીએ શાહીબાગમાં રહેતા એક યુવક વિરુદ્ધમાં અશ્લીલ ચેનચાળા કરવા અંગેની…

12 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસઃ કરો ‘નવા યુગ’ની શરૂઆત

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા પહોંચી ચૂકી છે અને તા. ૨૧ ને બુધવારથી શરૂ થઈ રહેલી ત્રણ મેચની ટી-૨૦…

12 hours ago