ISIS પહોંચ્યુ પાકિસ્તાનમાં : ટ્વિટર પર મુકી તસ્વીરો

ઇસ્લામાબાદ : સીરિયા અને ઇરાકનાં મોટા ભાગનાં વિસ્તારોમાં કબ્જો જમાવી ચુકેલા ખુંખાર આતંકવાદી સંગઠન આઇએસ (ઇસ્લામિક સ્ટેટ)એ પાકિસ્તાન સુધી પોતાનો પગપેસારો કર્યો છે. તેનો ખુલાસો આતંકવાદી સંગઠનની તરફથી ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવેલા ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવેલી તસ્વીર પરથી થયો છે. 

એક અંગ્રેજી ચેનલનાં દાવા અનુસાર આ તસ્વીરો પાકિસ્તાનનાં ઉત્તર પશ્ચિમ કબાઇલી બહુમતીનાં સુબા ખેબર પખ્તુનનાં કોઇ વિસ્તારની હોઇ શકે છે.આ વિસ્તાર પાકિસ્તાની તાલિબાનોનો ગઢ રહ્યો છે. જ્યાં પાકિસ્તાની સુરક્ષા દળો પણ ઘુસી નથી શકતા. આ વિસ્તારમાં આઇએસની હાજરી આતંકવાદને વધારે ભડકાવી શકે છે અને મજબુત કરી શખે છે. કહેવાઇ રહ્યું છે કે આતંકવાદી સંગઠન દ્વારા અહી પ્રશિક્ષણ શિબિર પણ ચાલુ કરી છે અને યુવકોની મોટાપાયે ભરતી પણ ચાલી રહી છે. 

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા અફધાનિસ્તાનનાં અમુક વિસ્તારોમાં આઇએસની પહોંચના સમાચાર આવ્યા હતા. જ્યાં પહેલા તાલિબાનોનો ગઢ કહેવાતો હતો. પાડોશી દેશમાં આઇએસનાં મથકો સ્થાપિત થયાનાં સમાચાર ભારત માટે ચિંતાજનક હોઇ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આઇએસ દ્વારા ભારતમાંથી પણ યુવકોને શિક્ષણ માટે ભરતી કરવામાં આવ્યા હોવાની બાતમી પ્રાપ્ત થઇ છે. 

You might also like