ISIS દ્વારા અપહ્યત 4 શિક્ષકો પૈકી 2ને છોડાવાયાઃ સુષ્મા સ્વરાજ

નવી દિલ્હી : આતંકવાદી સંગઠને IS દ્વારા અપહરણ કરવામાં આવેલા ચાર ભારતીયોમાંથી બેને છોડી મુકવામાં આવ્યા છે. વિદેશી મંત્રી સુષ્માં સ્વરાજે આ અંગે ટ્વિટ કરીને જાણકારી આપી હતી. વિદેશમાંત્રાલયનું કહેવું છે કે બે ભારતીયને મુક્ત કરવામાં આવ્યા છે. તેઓને સિર્તે યુનિવર્સિટી ખાતે લાવવામાં આવ્યા છે.

મુક્ત કરાયેલા બંન્ને વ્યક્તિઓ બેંગ્લોર અને રાયચુરનાં નિવાસી ભારતીય છે. હૈદરાબાદ નિવાસી બંન્ને ભારતીય અત્યારે પણ આતંકવાદીઓની ચંગુલમાં છે. છોડી મુકવામાં આવેલા ભારતીયોનાં નામ લક્ષ્મીકાંત અને વિજયકુમાર છે.  સુષ્માં સ્વરાજે લખ્યું છે કે લીબિયામાં ચાર ભારતીયોનું અપહરણ કરવામાં આવ્યા છે.

મને તે જણાવતા આનંત થાય છે કે અમે લક્ષ્મીકાંત અને વિજયકુમારને છોડાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. બાકીનાં બે અપહ્યતોને મુક્ત કરાવવા માટેનાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ બધા જ ભારતીય લોકો ગુરૂવારથી લાપતા હતા. જાણકારી અનુસાર અપહરણ કરાયેલા ચારેય વ્યક્તિઓ શિક્ષક તરીકે કામ કરતા હતા.

વિદેશ મંત્રાલયનાં અધિકારીઓએ જણાવ્યુંકે અપહ્યત યુવકો પૈકી બે હૈદરાબાદનાં છે. જ્યારે એક રાયચુરનો છે અને અન્ય બેંગ્લુરૂનો છે. અત્રે નોંધનીય છે કે ચાર ભારતીયોનું અપહરણ આતંકવાદી સંગઠન ISIS દ્વારા કરવામાં આવ્યું હતું જેનાં કારણે ઘણા ક્યાસ નિકળી રહ્યા હતા. આઇએસ ભારતમાં પણ પોતાનો પગપેસારો કરવા માંગે છે થી માંડીને તેણે પોતાની અમુક માંગો માટે પુરી કરવા માટે અપહરણ કર્યા હોવાની શક્યતા સુધીની અટકળો લગાવાઇ રહી હતી. 

You might also like