Photos: ઈશિતા દત્તા-વત્સલ શેઠે મંદિરમાં કરી લીધા લગ્ન, કાજોલ-અજય દેવગણ પહોંચ્યા

કપિલ શર્માની આગામી ફિલ્મ ‘ફિરંગી’ માં લીડ રોલ કરી રહેલ અભિનેત્રી ઈશિતા દત્તાએ અભિનેતા વત્સલ શેઠ સાથે ગુપચુપ રીતે લગ્ન કરી લીધા છે. તેમના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી છે.

મુંબઈના જુહૂ ખાતે ઈસ્કોન મંદિરમાં બંનેએ લગ્ન કર્યાં હતા. ઈશિતા અને વત્સલ લાઈફ ઑકે ચેનલ પર આવતી સિરીયલ ‘રિશ્તો કા સૌદાગર-બાઝીગર’ માં એકસાથે જોવા મળ્યા હતા. ઈશિતા મિસ ઈન્ડિયા 2004 તનુશ્રી દત્તાની બહેન છે.

વત્સલે 2004માં અજય દેવગણ સાથેની ફિલ્મ ‘ટારઝનઃ ધ વન્ડર કાર’ થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. ઈશિતાએ પણ અજય દેવગણ સાથે ‘દ્દશ્યમ’માં કામ કર્યું હતું. આ બંનેના લગ્નમાં અજય દેવગણે કાજોલ સાથે હાજરી આપી હતી. અજય દેવગણની સાળી અને સાસુ તનુજાએ પણ હાજરી આપી હતી.

ઈશિતા અને વત્સલના લગ્નમાં સોહિલ ખાન તેમજ બૉબી દેઓલે પણ હાજરી આપી હતી. જો કે ઈશિતાએ ફિલ્મ ‘ફિરંગી’ ના પ્રમોશન દરમ્યાન પણ ક્યારેય આ વાત અંગે ખુલાસો કર્યો ન હતો. ઈશિતા અને વત્સલના લગ્નથી તેમના ફેન્સ ચોંકી ગયા છે.

You might also like