IS ઉત્તર પ્રદેશમાં આતંકીઓ માટે ટ્રેનિંગ કેમ્પ યોજવાની પેરવીમાં હતું

નવી દિલ્હી: આતંકી સંગઠન આઈએસ માટે ભરતી કરી રહેલો સફી અરમર ઉત્તર પ્રદેશ કે તેલંગણામાં નવા આતંકીઓ માટે ટ્રેનિંગ કેમ્પ યોજવાની પેરવીમાં હતો. ધરપકડ કરવામાં આવેલા આતંકીઓની પૂછપરછ પરથી આવો પર્દાફાશ થયો છે. આ માટે સફી અરમર સહારનપુરમાં એક વાર અને લખનૌમાં બે વખત બેઠક યોજી ચૂક્યો હતો. ધરપકડ કરાયેલા આતંકીઓમાં મોહમ્મદ અલીમ નામનો આતંકી લખનૌ રહેવાસી છે.

ઉચ્ચ સત્તાધારી સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતમાં આતંકી હુમલા કરવા માટે આઈએસનો મોડ્યુલ નવા આતંકીઓને ટ્રેનિંગ આપવાની યોજના બનાવી રહ્યો હતો. આ માટે તેલંગણા કે ઉત્તર પ્રદેશમાં ટ્રેનિંગ કેમ્પ કે ઉત્તર પ્રદેશમાં ટ્રેનિંગ કેમ્પ યોજવા માટે વિચારાણા ચાલી રહી હતી. કેમ્પમાં આતંકવાદીઓને આઈડી બોમ્બ બનાવવાથી લઈને બીજા શસ્ત્રો ચલાવવા સુધીની તાલીમ આપવાની હતી. જોકે ઉત્તર પ્રદેશ કે તેલંગણામાં ક્યા સ્થળની ટ્રેનિંગ કેમ્પની પસંદગી કરવામાં આવી હતી તે હજુ જાણવા મળ્યું નથી.

છેલ્લા એક મહિનામાં યોજાયેલી આઠ બેઠકોમાંથી ત્રણ બેઠકો ઉત્તર પ્રદેશમાં યોજાઈ હતી. તેના પરથી એવો નિર્દેશ મળે છે કે આતંકી સંગઠન આઈએસને ઉત્તર પ્રદેશમાં વધુ રસ છે. આમાંથી બે બેઠક લખનૌ અને એક બેઠક સહારનપુરમાં યોજાઈ હતી.  આ ઉપરાંત આઈએસની બે બેઠકો બેંગલુરુ અને ટુમ્કુર, હૈદરાબાદ, ટોન્ક અને પુણેમાં એક બેઠક યોજાઈ હતી. ભારતમાં આતંકી પ્રવૃત્તિઓ ચલાવવા માટે તેમણે ‘જનૂદ-અલ-ખલીફા-એ-હિંદ’ (ભારતમાં ખલીફાની સેના)ના નામથી એક નવા સંગઠનની રચના પણ કરી દીધી હતી.

You might also like