Ducatiએ ઉતારી દેશમાં સૌથી મોંઘેરી બાઇક 1299 Superleggera, જાણો કિંમત

નવી દિલ્લી: સ્પોર્ટ્સ બાઇકના શોખીન યુવાનો માટે ખુશખબર છે. દુનિયામાં સ્પોર્ટ્સ બાઇક બનાવનારી ફેમસ ટુવ્હિલર કંપની એ લોન્ચ કરી છે દેશની સૌથી મોંઘી બાઇક. આ બાઇકનું નામ છે 1299 સુપરલેગેરા. ડુકાટીએ આ મોટરસાઇકલની કિંમત 1.12 કરોડ રૂપિયા રાખી છે. કંપની તરફથી આ મોંઘી બાઇકનું બુકિંગ શરૂ થઈ ગયું છે.

2017-Ducati-1299-Superleggera-Main-image
તમને જણાવી દઈએ કે ભારતમાં લોન્ચ થનારી આ પહેલી આવી બાઇક છે જેમાં કાર્બન ફાઇબરથી બનેલી ફ્રેમ, સબફ્રેમ અને વ્હીલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સ્પોર્ટ બાઇકમાં કિક શિફ્ટર્સ સાથે 6 સ્પીડ ગીયરબોક્સ પણ લગાડવામાં આવ્યા છે. સાથે એમાં સુપરકોડ્રો એન્જિન છે જેનું સૌથી પર્ફોર્મિંગ વર્ઝન લગાડવામાં આવ્યું છે.

બાઇકમાં લાગેલું ટ્વીન સિલિન્ડર એન્જિન 215 એચ.પી. પાવરનું છે અને 146એનએમ ટોર્ક પેદા કરે છે. આ ડુકાટીની એવી સુપરબાઇક છે જે ડુકાટી પાવર લોન્ચ સાથે આવે છે. આ સિવાય તેમાં એન્જિન બ્રેક કંટ્રોલનું ફીચર પણ આપવામાં આવ્યું છે.

1484204264_ducati-1299-superleggera
સેફ્ટીની વાત કરીએ તો આ બાઇકમાં ખાસ ગોઠવણ કરવામાં આવી છે. બાઇકમાં ફ્યુઅલ ટેકને એલ્યુમીનિયમ અને ટાઇટેનિયમ બિટ્સના મિશ્રણથી બનાવવામાં આવ્યું છે. સાથે જ બાઇકમાં બોશ કોર્નરિંગ એબીએસ સિસ્મ, ડુકાટી સ્લાઇડ કંટ્રોલ, ડુકાટી પોવર લોન્ચ અને ડુકાટી ટ્રેક્શન કંટ્રોલ સાથે 6 એક્સિસ ઇનર્શિયલ મેજરમેન્ટ યુનિટ લગાડવામાં આવ્યું છે.

તેમજ, બ્રેકિંગ સિસ્ટમને મજબૂત કરવા માટે તેમાં 330 એમએમની ડિસ્ક બ્રેકનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. વજનમાં પણ આ સુપરબાઇક અન્ય બાઇકો કરતાં હલકી છે. તેનું વજન માત્ર 167 કિલોગ્રામ જ છે.

You might also like