ISમાં જોડાવા ઇચ્છતા મુસ્લિમ યુવકને અાર્મીમાં ભરતી થવું છે

મુંબઈ: જો મહારાષ્ટ્ર અેટીઅેસઅે યોગ્ય સમયે હસ્તક્ષેપ ન કર્યો હોત તો અાજે એક મુસ્લિમ યુવક અાઈઅેસઅાઈઅેસમાં જોડાઈ ગયો હોત. ૨૧ વર્ષનો અા યુવક દક્ષિણ મુંબઈની એક કોલેજમાંથી એન્જિનિયરિંગ કરી રહ્યો છે. અહેસાન ઇસ્લામિક ધર્મ પ્રચારક ડો. ઝાકિર નાઇકનો અનુયાયી હતો. અને તે વારંવાર ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશનના કાર્યક્રમોમાં ભાગ લેતો હતો.

અહેસાને જણાવ્યું કે મેં ગયા વર્ષે ઝાકિરના ઉપદેશોને અનુસરવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ હું તેના સંગઠન સંબંધિત માહિતી ઇન્ટરનેટ પરથી શોધતો હતો. થોડા સમયમાં હું અાઈઅેસઅાઈઅેસના ચેટ રૂમમાં પહોંચી ગયો અને તેમના બ્રેઈન વોશિંગ સેશનમાં હાજરી અાપવા લાગ્યો.

મને લાગ્યું કે સમગ્ર દુનિયામાં મુસ્લિમોની હત્યા અને શોષણ થઈ રહ્યાં છે. ત્યારબાદ હું અાઈઅેસઅાઈઅેસના હેન્ડલરના સંપર્કમાં અાવ્યો. અા હેન્ડલર બાંગ્લાદેશી હતો અને સિરિયામાં રહેતો હતો. તેને મને ઘણા વીડિયો મોકલ્યા જેમાં મુસ્લિમ મહિલાઅોનું શોષણ અને બાળકોની હત્યા બતાવવામાં અાવી. અા વીડિયોમાં અબુ બકર બગદાદીનાં ભાષણો પણ હતાં. ત્યારબાદ મેં અાઈઅેસમાં જોડાવવાનું નક્કી કર્યું.

અહેસાન તેનું િશક્ષણ પૂરું કરીને સિરિયા જવા ઇચ્છતો હતો પરંતુ તે ભારત જાય તે પહેલાં અેટીઅેસના અધિકારીઅોઅે તેની અટકાયત કરી. અેટીઅેસ શરૂઅાતથી જ અાઈઅેસઅાઈઅેસના ચેટ રૂમનું િનરિક્ષણ કરતી હતી. અહેસાનનું અેટીઅેસ યુનિટમાં સતત કાઉન્સિલિંગ શરૂ થયું. અેટીઅેસના અધિકારીઅોના જણાવ્યા મુજબ અા કાઉન્સિલિંગમાં કેટલાક ઇસ્લામના વિદ્વાનો પણ સામેલ હતા. તેમણે અહેસાનને અાઈઅેસઅાઈઅેસની હકીકતની વાકેફ કર્યો. અાજે તે સામાન્ય યુવક જેવું જીવન જીવે છે. તે અેન્જિનિયરિંગનો અભ્યાસ કરીને ભારતીય સેનામાં જોડાવા ઇચ્છે છે.

You might also like