IS ભારતમાં હુમલો કરી શકે છેઃ US એમ્બેસીનું એલર્ટ

નવી દિલ્હીઃ અમેરિકાએ ભારતમાં રેહતા તેના નાગરિકોને ચેતવણી આપતાં જણાવ્યું છે કે ભારત પર આઈએસ (ઇસ્લામિક સ્ટેટ) હુમલો કરી શકે તેમ હોવાથી તેઓ આ બાબતે સતર્ક રહે.  દિલ્હી ખાતેની અમેરિકન દૂતાવાસ કચેરી તરફથી જાહેર કરવામાં આવેલાં નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે અમેરિકાના નાગરિકોને ભારતમાં એવાં સ્થળોએ નહિ જવા સલાહ આપવામાં આવી છે કે જ્યાં પશ્વિમી દેશોના લોકો મોટાભાગે આવતા હોય છે. આ અંગેની ચેતવણીમાં એમ જણાવવામાં આવ્યું છે કે તાજેતરમાં ભારતીય મીડિયામાં એવા સંકેત વ્યકત કરવામાં આવ્યા છે કે આઈએસ ભારતમાં હુમલો કરવા માગે છે. અમેરિકન દૂતાવાસમાં ભારતમાં એવાં સ્થળો અંગે વધુ ખતરાની ચેતવણી આપવામાં આવી છે જ્યાં મોટાભાગે પશ્વિમી દેશોના નાગરિકો આવતા હોય છે. આ ઉપરાંત ધાર્મિક સ્થળ, બજાર અને તહેવારનાં આયોજનવાળાં સ્થળોને લઈને નાગરિકોને એલર્ટ રહેવા જણાવવામાં આવ્યું છે.

અમેરિકન દૂતાવાસે જણાવ્યુ છે કે તમામ અમેરિકન નાગરિકોને આ બાબતે હાઈલેવલની સતર્કતા રાખવા જણાવવામાં આવ્યું છે. આવી ચેતવણી વિદેશ મંત્રાલય તરફથી 9 સપ્ટેમ્બર 2016ના રોજ વર્લ્ડવાઈઝ એડ્વાઈઝરીમાં જણાવવામાં આવ્યું હતું તે મુજબ આપવામાં આવી છે.

You might also like