ISના હુમલામાં ૨૩ સૈનિકનાં માેત

બગદાદઃ આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટે સ્યુસાઈડ બ્લાેસ્ટસ અને માેર્ટારનાે હુમલાે કરતા ૨૩ ઈરાકી સૈનિકના માેત થયાં છે. આ ઘટનામાં ઈરાકી આર્મી અને પાેલીસ અધિકારીઆેઅે ૧૭ સૈનિક અને છ સુન્ની ફાઈટર્સના માેત થયાની ખાતરી કરી છે. અનવર પ્રાંતના રમાદી શહેર નજીક જરમશાહમાં આતંકવાદીઆેઅે આ હુમલાે કર્યાે હતાે. જ્યારે આઈઅેસઆઈઅેસે સિરિયાના અેક અૈતિહાસિક શહેર પાલમીરામાં આવેલા હજારાે વર્ષ જૂના બાલશામિન મંદિરને બ્લાસ્ટથી ઉડાવી દીધું હતુ. બ્લાસ્ટ અેટલાે પ્રચંડ હતાે કે તેનાથી નજીકના બેલ મંદિરને પણ નુકસાન થયુ છે. આઈઅેસઆઈઅેસના સૂત્રાેઅે સાેશિયલ મીડિયા પર નિવેદન જાહેર કરી ઈરાકી સેનાના સિનિયર આેફિસર મેજર જનરલ કાસિમ અલ દુલૈમીના માેતની માહિતી આપી હતી. જાેકે આર્મીઅે સ્પષ્ટતા કરી છે કે તેઆેને માત્ર ઈજા પહાેંચી છે.  ગત શુક્રવારે પણ અનબર પ્રાંતના રમાદીમાં થયેલા હુમલામાં ૫૦ સૈનિક માર્યા ગયા હતા. આ હુમલા બાદ ઈરાકના સંરક્ષણ પ્રધાન ખાલિદ અલ આેબૈદીઅે અનબર પ્રાંતના આેપરેટિંગ કમાન્ડરને બરતરફ કરી દીધા હતા. જાેકે ત્યારબાદ કમાન્ડરનું નામ જાહેર થયું નથી. અેવું જણાવાઈ રહ્યું છે કે મિલિટ્રીની ફરજમાં બેદરકારીના આરાેપસર તેમને હટાવી દેવાયા છે. સિરિયાના આર્કિયાેલાેજિસ્ટ ડિપાર્ટમેન્ટના ચીફ મામાૈન અબ્દુલ કરીમે જણાવ્યું કે આ વર્ષે મેમાં પાલમીરા પર કબજાે કર્યા બાદ આતંકવાદીઆેઅે આ શહેરના વર્ષાે જૂની ઈમારતાે અને સ્મારકાેનાે નાશ કરી દીધાે છે. અેક મહિના પહેલાં આતંકવાદીઆેઅે ૫૦ વર્ષથી પાલમીરામાં આર્કિયાેલાેજિસ્ટ વિભાગના પ્રમુખ પદે રહેલા અસાદનું અપહરણ કરી લીધું હતું. અને ૮૨ વર્ષના ખાલિદ આસાદની પૂછપરછ કર્યા બાદ તેમની હત્યા કરી દીધી હતી. પાલમીરા ૨૦૦૦ વર્ષ જૂનું શહેર છે. જેને યુનેસ્કાેઅે વિશ્વની ધરાેહર જાહેર કર્યું હતું.
You might also like