ISના આતંકવાદીઓ સાથે સેક્સનો ઈનકાર કરનારી ૧૯ મહિલાની હત્યા

બેરુલઃ ઈરાકના માેસુલ શહેરમાં આઈઅેસઆઈઅેસ સંગઠનના સભ્યાે સાથે સેક્સ નહિ માણનારી ૧૯ મહિલાની આઈઅેસઆઈઅેસએ હત્યા કરી નાખી છે. આ ઘટના ગત બીજી આેગસ્ટે બની છે. કુર્દીશ ડેમાેક્રેટિક પાર્ટીના પ્રવકતા મિમાેસિનીઅે જણાવ્યું કે સંગઠનમાં જ રેન્કિંગના આધારે નાની વયની છાેકરીઆે અને મહિલાઆેની ખરીદી થઈ રહી છે. તેમણે ઈરાકી ન્યૂઝ અેજન્સીને જણાવ્યું કે છેલ્લા બે દિવસમાં ૧૯ મહિલાની હત્યા થઈ ચૂકી છે.

અા તમામે સેકસ્યુઅલ જેહાદમાં સામેલ થવાનાે ઈનકાર કર્યાે હતાે. અત્રે ઉલ્લેખનીય છે કે કુર્દીશ ડેમાેક્રેટિક પાર્ટીના દાવાથી બે દિવસ પહેલાં જ યુનાઈટેડ નેશને આતંકવાદીઆે દ્વારા સેકસ માટે વેચાતી છાેકરીઆે અને મહિલાઆેનું ભાવ લિસ્ટ જાહેર કરાયું હતુ. યુઅેનમાં સેક્રેટરી જનરલ ફાેર સેકસ્યુઅલ વાયાેલન્સના ખાસ પ્રતિનિધિ જૈનબ બાંગુરાના જણાવ્યા અનુસાર ઈરાક અને સિરીયાના યુદ્ધગ્રસ્ત વિસ્તારાેમાં છાેકરીઆે પેટ્રાેલ કેનની જેમ ખરીદવામાં અને વેચવામાં આવે છે. કેટલીક વાર અાતંકવાદીઆે છાેકરીઆેને અેટલા માટે ખરીદે છે કે તેમના જ પરિવાર પાસેથી લાખાેની રકમ માગી શકાય.  

અલ-કાર્યાતેન  શહેર પર ત્રાસવાદીઆેનાે કબજાેબીજી તરફ ગુરુવારે આઈઅેસઆઈઅેસ અને બશર સેના વચ્ચે થયેલા ભારે ગાેળીબાર બાદ આતંકવાદીઆેઅે મધ્ય સિરીયાના અલ-કાર્યાતેન શહેર પર કબજાે જમાવી લીધાે છે. સંગઠનના આત્મઘાતી હુમલાખાેરાે  સેનાની અનેક ચાેકીઆેનાે નાશ કરી દઈને ટેન્કરાે સાથે શહેરમાં ઘૂસી આવ્યા હતા. અલ-કાર્યાતેનની વસતિ ૪૦,૦૦૦ છે અને ત્યાં માેટા ભાગે ઈસાઈ કાેમના લાેકાે રહે છે. પાલમીરા બાદ આતંકવાદીઆેઅે સિરીયાના બીજા અૈતિહાસિક શહેરને પાેતાના કબજામાં લીધું હતું.

You might also like