IRCTC કૌભાંડ: સીબીઆઇ દ્વારા લાલુની પૂછપરછ

નવી દિલ્હી : આઇઆરસીટીસી કૌભાંડ મામલે આઠ કલાકથી પણ વધારે સીબીઆઇ દ્વારા આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવની પુછપરછ કરવામાં આવી. લાલુ પ્રસાદ યાદવે સીબીઆઇ ઓફિસમાંથી બહાર આવી કેન્દ્ર સરકારને આડે હાથે લેતા કહ્યું કે મોદી સરકાર સીબીઆઇનો દુરૂપયોગ કરીને મારા પરિવારને પરેશાન કરી રહ્યાં છે. લાલુએ લલકાર કરતાં જણાવ્યું કે તે જેલ જવાથી ડરતા નથી અને કેન્દ્ર સરકારને હટાવા તે ફાંસી પર ચઢી જવા પણ તૈયાર છે. સીબીઆઇએ આઇઆરટીસી કૌભાંડ મામલે લાલુ પ્રસાદ યાદવની આકરી પુછરપરછ કરવામાં આવી હતી. પોતાની દિકરી મિસા ભારતી સાથે પહોંચલા લાલુ યાદવની અલગ રૂમમાં એકલા પુછપરછ કરવામાં આવી હતી.

You might also like