OMG! બિલાડીઓ માટે બનાવવામાં આવી અનોખી હોટલ…

ઇરાકમાં ભલે યુધ્ધના માહોલ વચ્ચે માણસોની જિંદગી ખરાબ હોય. આમ છતાં પણ પ્રાણીની સંભાળ રાખનારા બધી જગ્યાએ જોવા મળી જાય છે. આવા જ એક શખ્સ 22 વર્ષના વેટેનરી મેડિસિન વિદ્યાર્થી જેને પોતાના ઘરમાં જ એક ખાસ હોટલ તૈયાર કરી છે, જેમાં બિલાડીઓ રહી શકે છે.
આ હોટલમાં બિલાડીને રાખવા માટેનું એક રાતનું ભાડ પાંચ હજાર રૂપિયા ઇરાકી દિનાર એટલે કે ચાર ડોલર છે. આ વિદ્યાર્થી દ્વારા બનાવામાં આવેલ આ હોટલમાં બિલાડીઓને ઘણી બધી સુવિધાઓ આપવામાં આવી છે. અહીં બિલાડીઓ માટે સોફ્ટ બેડ અને મનપસંદ ખાવા સાથે તબીબી સુવિધાઓ પણ મળી રહે છે.
અહીં બિલાડીઓને રમવા માટે એક મેદાન પણ બનાવામાં આવ્યું છે. અહીં બિલાડીઓ રમવાની સાથે ઘાસ પર આરામ કરાવાનો આનંદ પણ માણી શકે છે. આ હોટલ ખુલવાથી પશુપ્રેમીઓમાં ઘણો આનંદ જોવા મળી રહ્યો છે. જો કે સૌ પ્રથમ ઘણા લોકો દ્વારા આ હોટલનો વિરોધ કરવામાં આવ્યો હતો.

You might also like