ઇન્સ્ટાગ્રામ પર મોડલિંગ કરનાર ઇરાનની અાઠ મોડલની ધરપકડ

તહેરાન: ઇરાનની રાજધાની તહેરાનમાં ઇન્સ્ટાગ્રામ પર મોડલિંગ કરવાના અારોપમાં અાઠ સેલિબ્રિટીની ધરપકડ કરાઈ છે, તેમના પર ઇસ્લામ વિરોધી સંસ્કૃતિ ફેલાવવાનો અાક્ષેપ છે. ૨૧ અન્યની વિરુદ્ધ ક્રિમિનલ કેસ દાખલ કરાયો છે. બે વર્ષ સુધી ‌િસ્ટંગ ચલાવ્યા બાદ અા લોકોની ધરપકડ કરાઈ છે.

ઇન્સ્ટાગ્રામ પર મોડલિંગને પ્રમોટ કરવાના કેસમાં કુલ ૧૭૦ લોકોની અોળખ થઈ છે, તેમાં ફોટોગ્રાફર, મેકઅપ અાર્ટિસ્ટ, મોડલ, ફેશન સલૂન મેનેજર અને ડિઝાઈનર સામેલ છે. ઇરાનમાં ઇન્સ્ટાગ્રામ ખૂબ જ પોપ્યુલર છે. અહીં ફેસબુક, ટ્વિટર અને યુટ્યૂબ પર પ્રતિબંધ છે. તહેરાન સાયબર ક્રાઈમ પોર્ટના પ્રમુખ જાવેદ બાબેઈના જણાવ્યા મુજબ તેઅો અનૈતિક અને ઇસ્લામ વિરોધી સંસ્કૃતિ ફેલાવી રહ્યા છે, તેમાંથી કેટલાકની સામે કરપ્શન અને પ્રો‌િસ્ટટ્યુશન ફેલાવવાનો પણ અાક્ષેપ છે.

બે વર્ષના ‌િસ્ટંગ બાદ અા લોકોની ધરપકડ કરાઈ છે. અાક્ષેપ અેવો પણ છે કે મહિલાઅોની માથું ઢાંક્યા વગરની તસવીરો શેર થઈ રહી છે. જે મોડલ્સને ધરપકડ કરાઈ છે તેમાં મલ્લિકા જવાની, લિલોફર બુહબુદી, ડોન્યા મોગાદમ, ડાનાનીક, સબનમ મૌલિન, અેન્નાઝ ગુલરુખ અને હામિદ ફદેઈ સામેલ છે.

ઇરાનની એક ફેમસ મોડલ અેલહમ અરબના જણાવ્યા મુજબ દરેક વ્યક્તિ બ્યુટી અને લોકપ્રિયતાને ટ્રેઇન કરે છે. દરેક વ્યક્તિ તેને જોવા ઇચ્છે છે, પરંતુ શું તેમણે અાની કિંમત ચૂકવવી પડશે. અરબ પર વેસ્ટર્ન ડ્રેસ અને કલ્ચરને પ્રમોટ કરવાનો અાક્ષેપ છે.

ઉલ્લેખનીય છે કે ૧૯૭૯માં ઇરાનમાં થયેલ ઇસ્લામિક રિવોલ્યુશન બાદથી મહિલાઅોએ હિઝાબ પહેરવો ફરજિયાત છે. અા પ્રકારે મોડલ્સ પર કાર્યવાહી કરીને સરકારે મેસેજ અાપ્યો છે કે કેટલાક મુદ્દાઅો પર સમજૂતી કરવામાં નહીં અાવે. સરકાર અે મેસેજ પણ અાપવા ઇચ્છે છે કે તેમના ઇસ્લામિક રિપબ્લિકમાં સોશિયલ નોર્મ્સને કમજોર નહીં પડવા દેવાય. અધિકારીઅોઅે ધરપકડ કરાયેલી મોડલ્સના ઇન્સ્ટાગ્રામ પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે. ઉલ્લેખનીય છે કે ૮ કરોડની ઇરાની વસ્તીમાં માત્ર ૪૦ ટકા લોકો પાસે જ ઇન્ટરનેટ એક્સેસ છે.

You might also like