IPOમાં નાના રોકાણકારોનું રોકાણ નવી ટોચે

મુંબઇ: આઇપીઓ બજારમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. સેકન્ડરી માર્કેટમાં જોવા મળેલી તેજીની પાછળ પ્રાઇમરી બજારમાં પણ ઉછાળો નોંધાયો છે. જેના પગલે પાછલા કેટલાક વર્ષની તુલનાએ આઇપીઓમાં નાના રોકાણકારનું રોકાણ નવી ટોચે પહોંચી ગયું છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં આઇપીઓનું સરેરાશ રિટેલ સબસ્ક્રિપ્શન નિર્ધારિત ક્વોટાની તુલનામાં ૧૧ ગણું રહ્યું છે, જે પાછલા ત્રણ નાણાકીય વર્ષની સરખામણીએ ઘણું વધારે છે.

ચાલુ નાણાકીય વર્ષમાં એક્સચેન્જ ઉપર ૧૯ આઇપીઓનું લિસ્ટિંગ થયું હતું, જેમાંથી ૧૩ આઇપીઓનું રિટેલ સબસ્ક્રિપ્શન નિર્ધારિત ક્વોટાના પાંચ ગણાથી વધુ રહ્યું છે. આઇપીઓમાં કુલ ભંડોળનો ૩૫ ટકા સુધીનો હિસ્સો રિટેલ રોકાણકારો માટે અનામત રાખવામાં આવે છે. ચાલુ નાણાકીય વર્ષમાં હુડકો, સીડીએસએલ, એસઆઇએસ, ડિક્સન ટેક્નો., મેટ્રીમોની અને કેપિસીટ ઇન્ફ્રાના આઇપીઓમાં રિટેલ રોકાણ અગાઉના વર્ષની તુલનામાં નોંધપાત્ર પ્રમાણમાં ઊંચું રહ્યું છે. એસઆઇએસ અને મેટ્રીમોનીના આઇપીઓમાં રિટેલ હિસ્સો ક્યુઆઇબી અને એચએનઆઇએસ કરતા આઠથી દશ ગણો વધુ ભરાયો છે. ગ્રે માર્કેટમાં જોવા મળેલા ઊંચા પ્રીમિયમના કારણે રોકાણકારો દ્વારા આઇપીઓમાં આકર્ષણ વધ્યું છે.

You might also like