IPO માર્કેટને ઠંડી લાગીઃ મોટા ભાગમાં નેગેટિવ રિટર્ન

અમદાવાદ: સેકન્ડરી માર્કેટની સથે સાથે પ્રાઇમરી માર્કેટમાં પણ નકારાત્મક અસર જોવા મળી રહી છે. છેલ્લા સાત આઈપીઓમાંથી પાંચ આઈપીઓના શેરના ભાવ ઈશ્યુ પ્રાઈસથી નીચા ચાલી રહ્યા છે. આમ આઈપીઓ બજારમાં પણ પાછલા કેટલાક મહિનાથી જોવા મળેલો ઉત્સાહ નિરાશાજનક રિટર્ન મળવાના કારણે અટકી ગયો છે.

એલ એન્ડ ટી કંપની દ્વારા પ્રમોટ થયેલ એલ એન્ડ ટી ટેકનોલોજી કંપનીના શેરમાં હાલ ૦.૮૦ ટકા રિટર્ન નેગેટિવ રિટર્ન મળી રહ્યું છે. એ જ પ્રમાણે આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ કંપનીના શેરમાં ૬.૧૮ ટકા નેગેટિવ રિટર્ન છૂટી રહ્યું છે. આ કંપનીના શેરમાં નેગેટિવ રિટર્ન મળવાના કારણે નાના રોકાણકારોમાં નિરાશા જોવા મળી રહી છે. એ જ પ્રમાણે એચપીએલ ઈલેક્ટ્રિક કંપનીના શેર રૂ.૨૦૨ના ભાવે ઈશ્યુ કર્યો હતો. હાલ રૂ.૯૪ની સપાટીની આસપાસ ટ્રેડિંગમાં જોવા મળી રહ્યો છે. આમ ઈશ્યુ પ્રાઈસથી ૫૩ ટકાના ઘટાડે શેર ટ્રેડિંગમાં છે. જેના કારણે નાના રોકાણકારમાં નિરાશા વ્યાપેલી જોવા મળી છે.
http://sambhaavnews.com/

You might also like