GL vs RCB: ઇતિહાસમાં પહેલીવાર એક ઇનિંગ ફટાકારી બે સદી, RCB એ ગુજરાતને આપ્યો 249 રનનો ટાર્ગેટ

બેંગ્લોર: ઇન્ડીયન પ્રીમિયર લીગ-9 (આઇપીએલ)ની 44 મેચમાં ગુજરાત લાયન્સે ટોસ જીતીને રોયલ ચેલેંજર્સ બેંગ્લોરને પહેલાં બેટીંગ કરવાનું આમંત્રણ આપ્યું છે.

ટોસી જીતીને પહેલાં બેટીંગ કરવા ઉતરેલી બેંગ્લોરની શરૂઆત સારી રહી છે. જો કે ગેલ ફરી એકવાર ફેલ થઇ ગયો છે. ફક્ત 6 રન બનાવીને તે પરત ફર્યો હતો. બેંગ્લોરે 20 ઓવરમાં 3 વિકેટના નુકસાને 248રન બનાવી લીધા છે. કેપ્ટન કોહલીએ 55 બોલમાં 109 ફટકાર્યા હતા જ્યારે ડિવિલર્યસે 52 બોલમાં 129 ફટકારી અણનમ રહ્યો હતો. વિરાટ કોહલીની આ સિઝનમાં ત્રીજી સદી છે. જો કે એક રેકોર્ડ છે. આ સાથે એક ઇનિંગ બે સદી ફટકારવાનો રેકોર્ડ પણ બન્યો છે.

બેંગ્લોરના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઇ રહેલી આ મેચ એકદમ મહત્વપૂર્ણ છે. હવે ટીમને પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે પોતાની બધી જ મેચ જીતવી જરૂરી છે.

ગુજરાતના કેપ્ટન સુરેશ રૈના આ મેચમાં રમી રહ્યાં નથી. આઇપીએલના ઇતિહાસમાં આવું પ્રથમવાર બન્યું છે, જ્યારે સુરેશ રૈના મેદાન પર નહી હોય. જ્યારથી આઇપીએલ શરૂ થઇ છે ત્યારથી રૈનાએ લીગની એકપણ મેચ છોડી નથી. નવ વર્ષમાં પ્રથમવાર તે આઇપીએલની મેચ રમી રહ્યાં નથી. રૈના પોતાના પહેલા બાળકાના જન્મ માટે નેધરલેંડ ગયા છે.

ગુજરાત માટે જોકે પ્લેઓફમાં સ્થાન બનાવવું ચિંતાની વાત નથી તેના અત્યાર સુધીના પ્રદર્શનને જોતા એવું લાગી રહ્યું છે કે ટીમ સરળતાથી અંતિમ ચારમાં પહોંચી જશે. તે હાલમાં રેકિંગમાં 14 અંકો સાથે બીજા સ્થાન પર છે.

ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: વિરાટ કોહલી (કેપ્ટન), શેન વોટ્સન, સ્ટુઅર્ટ બિન્ની, સચિન બેબી, કે.એલ રાહુલ, એસ. અરવિંદ, વરૂણ એરોન, યજુવેન્દ્ર ચહલ, અબ્રાહમ ડિવિલિયર્સ, ક્રિસ ગેલ અને ક્રિસ જોર્ડન

ગુજરાત લોયર્સ: બ્રૈડન મૈકુઅલ (કેપ્ટન), ડ્વેન બ્રાવો, એરોન ફિંચ, રવિન્દ્ર જાડેજા, દિનેશ કાર્તિક, શિવિલ કૌશિક, ધવલ કુલકર્ણી, પ્રવીણ કુમાર, ડ્વેન સ્મિથ, એકલવ્ય દ્રીવેદી અને પ્રવીણ તાંબે

You might also like