Categories: Sports

IPL: આજે ધોની, જાડેજા, રહાણે, રૈનાને ખરીદવા સ્પર્ધા

મુંબઈ : ભારતીય ક્રિકેટ ટીમના વન-ડે કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની, રવિન્દ્ર જાડેજા, રહાણે, સુરેશ રૈના અને રવિચંદ્રન અશ્વિન એવા ખેલાડીઓની યાદીમાં સામેલ છે, જે ખેલાડીઓ ઉપર આવતીકાલે નજર રહેશે. નવી ટીમોની નજર આ સ્ટાર ખેલાડીઓ ઉપર કેન્દ્રીત થઈ જશે. મંગળવારના દિવસે એટલે કે આવતીકાલે મુંબઈમાં યોજાનાર આઈપીએલ ડ્રાફ્ટમાં બન્ને નવી ટીમો પોતાની ટીમો સાથે આ ખેલાડીઓને જોડવાના પ્રયાસ કરશે.

સંજય ગોઈન્કાની ન્યુ રાઈઝિંગે ૮મી ડિસેમ્બરના દિવસે દિલ્હીમાં યોજાયેલી રિઝર્વ બોલી પ્રક્રિયામાં પૂણે ફ્રેન્ચાઈસીસ અને ઈન્ટેક્સે રાજકોટ ફ્રેન્ચાઈસીસની ખરીદી કરી હતી. આ બન્ને ટીમો ૨૦૧૬ અને ત્યારબાદ યોજાનાર આઈપીએલમાં ભાગ લેશે. આ બે ટીમો હાલમાં સસ્પેન્ડ કરવામાં આવેલી ચેન્નાઈ સુપરકિંગ્સ અને રાજસ્થાન રોયલન્સની જગ્યા લેશે. આ ટ્વેન્ટી-૨૦ લીગમાં બન્ને ફ્રેન્ચાઈસીસ કેટલાક આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોને પોતાની સાથે જોડી શકે છે.

જેમાં ન્યુઝિલેન્ડના કેપ્ટન બ્રેડન મેક્કુલમ, ઓસ્ટ્રેલિયાના સેન વોટ્સન, સ્ટિવન સ્મિથ, વેસ્ટઈન્ડિઝના ઓલરાઉન્ડર બ્રાવોનો સમાવેશ થાય છે. ગયા વર્ષે ચેન્નાઈ અને રાજસ્થાન રોયલ્સ તરફથી રમી ચુકેલા આશરે ૫૦ ક્રિકેટર ડ્રાફ્ટમાં મુકવામાં આવશે. પૂણેના મુંબઈ ક્રિકેટ એસોસીએશનના બાન્દ્રા કુર્લા સંકુલમાં યોજાનાર ડ્રાફ્ટમાં ખેલાડીઓની પસંદગી કરવાની પ્રથમ તક મળશે. કારણકે પૂણે દ્વારા બે વર્ષ માટે નવી ટીમ ખરીદવા માટે સૌથી પહેલા બોલી લગાવાઈ હતી.

ચેન્નાઈ સુપરકિંગ્સ અને રાજસ્થાન રોયલ્સમાં આઈપીએલ ૨૦૦૩ સ્પોટ ફિક્સિંગ મામલામાં બે વર્ષ માટે પ્રતિબંધ મુકવામાં આવ્યા બાદ બે નવી ટીમો જોડવામાં આવી છે. બે વર્ષ સુધી પ્રતિબંધ હેઠળ રહ્યા બાદ ચેન્નાઈ અને રાજસ્થાન રોયલ્સ લીગમાં વાપસી કરશે. સુત્રોએ કહ્યું છે કે, બે નવી ફ્રેન્ચાઈસીસની પાસે મહત્તમ પાંચ ખેલાડીઓને પસંદ કરવાનો વિકલ્પ રહેશે. જે ખેલાડીઓને ખરીદવામાં આવશે નહીં તેમને આગામી વર્ષે ફેબ્રુઆરીમાં યોજાનાર ખેલાડીઓની હરાજીમાં રાખવામાં આવશે.

ટ્રેડિંગ વિન્ડો પણ રાખવામાં આવશે જે ૧૫મી ડિસેમ્બરથી ૩૧મી ડિસેમ્બર સુધી ખુલ્લી રહેશે. ફ્રેન્ચાઈસીસ પહેલા જે બે ખેલાડીઓની પસંદગી કરશે તેમની કિંમત ૧૨.૫ કરોડ રૂપિયા રહેશે. આમાંથી પ્રત્યેક ટીમ પાસે એક ખેલાડી રહેશે. જે ખેલાડીઓને ડ્રાફ્ટમાં મુખ્ય સ્થાન મળી શકે છે તેમાં સુરેશ રૈના, સ્મિથનો સમાવેશ થાય છે. બોલિંગના નિયમો મુજબ દરેક ફ્રેન્ચાઈસીસ તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનાર પ્રથમ ખેલાડીને ૧૨.૫ કરોડ રૂપિયામાં અને ત્યારબાદ ૪ ખેલાડી ક્રમશઃ ૯.૫ કરોડ, ૭.૫ કરોડ, ૫.૫ કરોડ અને ૪ કરોડ રૂપિયામાં મળશે.

સ્થાનિક ક્રિકેટમાં રમનાર ખેલાડીની પસંદગી કરવામાં આવ્યા બાદ તેને ચાર કરોડ મળશે. ૯મી આઈપીએલ સ્પર્ધા આગામી વર્ષે ૯મી એપ્રિલથી શરૂ થશે. ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી એડિશન નવમી એપ્રિલથી ૨૯મી મે વચ્ચે યોજાશે. આઈપીએલની ૨૦૧૬ની એડિશન ૯મી એપ્રિલથી શરૂ થશે. આઈપીએલની બે નવી ટીમોને સામેલ કરવામાં આવી ચુકી છે. સસ્પેન્ડેડ રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સની જગ્યા ઉપર રાજકોટ અને પૂણેની ટીમ સામેલ કરાશે.

ફ્રેન્ચાઈસીસ વર્કશોપ ૧૩ અને ૧૪મી જાન્યુઆરીના દિવસે શ્રીનગરમાં યોજાશે. આઈપીએલ ખેલાડીઓની હરાજી છઠ્ઠી ફેબ્રુઆરીના દિવસે બેંગ્લોરમાં થશે. બે નવી ટીમો ૧૫મી ડિસેમ્બરના દિવસે ડ્રાફ્ટ પીકમાં ભાગ લેશે. એમએસ ધોની, રહાણે, સુરેશ રૈના, અશ્વિન જેવા ભારતીય ક્રિકેટના કેટલાક મોટા નામો માટે સ્પર્ધા રહેશે. ડ્રાફ્ટમાં મેળવવા માટે સ્પર્ધા જામશે. પૂણેને ખેલાડીઓની પસંદગીની તક પહેલા મળશે. સંજીવ ગોયેનકાની માલિકીની ન્યુ રાઇઝિંગ દ્વારા પૂણે ફ્રેન્ચાઇસીસની પસંદગી કરી લેવામાં આવી છે. જ્યારે ઈન્ટેક્સ ગ્રુપ દ્વારા રાજકોટની ખરીદી કરાઈ છે.

Navin Sharma

Recent Posts

કોશિશ ચાલુ રહેશે, હાર નહીં માનું: નેહા શર્મા

અભિનેત્રી નેહા શર્માએ ૨૦૦૭માં તેલુગુ ફિલ્મ 'ચિરુથા'થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી અને ત્રણ વર્ષ બાદ ૨૦૧૦માં મોહિત સુરીની ફિલ્મ…

6 hours ago

બેઠાડું નોકરી કરો છો? તો હવે હેલ્ધી રહેવા માટે વસાવી લો પેડલિંગ ડેસ્ક

આજકાલ ડેસ્ક પર બેસીને કરવાની નોકરીઓનું પ્રમાણે વધી ગયું છે. લાંબા કલાકો બેસી રહેવાની ઓબેસિટી, ડાયાબિટીસ અને હાર્ટ ડિસીઝનું જોખમ…

6 hours ago

શહેરમાં ૧૮ ફાયર ઓફિસરની સીધી ભરતી સામે સર્જાયો વિવાદ

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ફાયર બ્રિગેડની તંત્ર દ્વારા કરાતી ઉપેક્ષાનું સામાન્ય ઉદાહરણ વર્ષોથી સ્ટેશન ઓફિસર વગરના ફાયર સ્ટેશનનું ગણી શકાય…

6 hours ago

૨૬૦ કરોડનું ફૂલેકું ફેરવનાર ચીટર દંપતી વિદેશ નાસી છૂટ્યાંની આશંકા

અમદાવાદઃ થલતેજમાં આવેલ પ્રેસિડેન્ટ પ્લાઝામાં વર્લ્ડ ક્લેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની…

6 hours ago

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, વિવિધ યોજનાઓમાં દિવ્યાંગોને અપાશે અગ્રિમતા

ગાંધીનગરઃ ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં દિવ્યાંગોને વિવિધ યોજનામાં અગ્રિમતા આપવામાં આવશે. ભરતીમાં 4 ટકાનાં ધોરણે લાભ…

7 hours ago

ન્યૂઝીલેન્ડનાં ખેલાડી IPLનાં અંત સુધી રહેશે ઉપલબ્ધ

મુંબઈઃ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ (NZC)એ આઇપીએલની આગામી સિઝનમાં પોતાના ખેલાડીઓને આખી ટૂર્નામેન્ટ રમવાની મંજૂરી આપી દીધી છે. NZCના અધિકારી જેમ્સ વિયરે…

7 hours ago