IPLમાં દર્શકોને પણ ‘થર્ડ અમ્પાયર’ બનવાની તક

મુંબઈઃ આઇપીએલની નવમી સિઝનમાં આ વખતે કંઈક નવું જોવા મળશે. આઇપીએલના ચેરમેન રાજીવ શુક્લાએ કહ્યું કે આ વખતે મેદાનમાં હાજર દર્શકોને પણ થર્ડ અમ્પાયરને રિફર કરવામાં આવેલા નિર્ણયો પર પોતાનું સૂચન આપવાની તક મળશે. શુક્લાએ કહ્યંુ કે, ”દર્શકોને એક પ્લે કાર્ડ આપવામાં આવશે, જેના પર આઉટ અથવા નોટ આઉટ લખેલું હશે. કેમેરા પર દર્શકોના સૂચનને દેખાડવામાં આવશે, પરંતુ આ મામલામાં થર્ડ અમ્પાયરના નિર્ણયને જ અંતિમ માનવામાં આવશે. દર્શકોના સૂચનની થર્ડ અમ્પાયરના નિર્ણય પર કોઈ અસર નહીં પડે. તેઓ તો ટીવી પર રિપ્લે જોઈને જ પોતાનો નિર્ણય આપશે. દર્શકોને અપાનારા આ પ્લે કાર્ડથી તેઓની આ રમતમાં ભાગીદારી વધશે.”

You might also like