IPL: આ છે ટૂર્નામેન્ટના ‘પનોતી’ ખેલાડી, જે ટીમમાં ગયા એ ટીમ હારી ગઇ

IPLમાં એવા ઘણા ખેલાડી છે જેમનો અંગત રેકોર્ડ પ્રસ્થાપિત થાય છે પરંતુ તેઅો જે ટીમમાં જાય છે તે હારી જાય છે

ક્રિસ ગેલ: ટી-૨૦ ક્રિકેટના દિગ્ગજ ખેલાડીઓમાંના એક ક્રિસ ગેલની બેટિંગ દરેક ક્રિકેટ પ્રેમી જોવા ઇચ્છે છે અને ગેલ પણ પોતાના પ્રશંસકોની લાગણીઓ પર મોટા ભાગે ખરો ઊતરે છે. જોકે અત્યાર સુધી IPLની નવ સિઝનમાં ક્રિસ ગેલ જે ટીમ તરફથી રમ્યો છે તે ટીમે ટ્રોફીની જીતનો સ્વાદ ચાખ્યો નથી. પહેલાં ક્રિસ ગેલ કોલકાતા નાઇટ રાઇડર્સમાં હતો, ત્યારે કેકેઆર ટ્રોફી જીતી શકી નહોતી. ક્રિસ ગેલ કેકેઆરમાંથી બહાર થયા પછી જ તે ટીમ ચેમ્પિયન બની. કેકેઆર બાદ ક્રિસ ગેલ આરસીબીમાં આવ્યો.

કેવિન પીટરસન: ઈંગ્લેન્ડનો દિગ્ગજ બેટ્સમેનઅને ટી-૨૦ ક્રિકેટનું મોટું નામ કેવિન પીટરસન પણ ટીમો માટે પનોતી સાબિત થયો છે. પીટરસનને વર્ષ ૨૦૦૯માં આરસીબીએ ઊંચા દામ ચૂકવીને ખરીદ્યો હતો. ત્યાર બાદ પીટરસન ડેક્કન ચાર્જર્સ, દિલ્હી ડેરડેવિલ્સ વગેરે સાથે જોડાયો અને બાદમાં પુણેએ તેને ખરીદ્યો. જોકે જે ટીમમાંથી પીટરસન રમ્યો તે ટીમ ક્યારેય ખિતાબ જીતી શકી નહીં.

એ. બી. ડીવિલિયર્સ: “મિસ્ટર ૩૬૦’ના નામથી મશહૂર ડીવિલિયર્સ ટી-૨૦ના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓમાંનો એકછે. તેણે દિલ્હી ડેરડેવિલ્સથી આઇપીએલમાં કરિયરની શરૂઆત કરી હતી અને બાદમાં આરસીબી સાથે જોડાઈ ગયો, પરંતુ અત્યાર સુધી વિજેતા ટીમનો હિસ્સો બનવું તેના નસીબમાં જાણે કે લખાયું જ નથી.

ઇરફાન પઠાણ: આ વર્ષે તો ઇરફાનને કોઈએ ખરીદ્યો નથી. ઇરફાને આઇપીએલની કરિયરમાં ઘણી ટીમો બદલી છે, પરંતુ અત્યાર સુધી તે ટીમને જીત સુધી પહોંચાડી શક્યો નથી. ત્રણ વર્ષ કિંગ્સ ઈલેવન પંજાબ સાથે રહ્યા બાદ દિલ્હીએ તેને ખરીદ્યો હતો. ત્યાર બાદ સનરાઇઝર્સ હૈદરાબાદ અને પછી પુણેની ટીમ તરફથી રમ્યો, પરંતુ તે જે ટીમ તરફથી રમ્યો તે ટીમ ક્યારેય આઇપીએલમાં ચેમ્પિયન બની શકી નથી.

ઝહીર ખાન: ભારતના સર્વશ્રેષ્ઠ ફાસ્ટ બોલર્સમાંના એક ઝહીર ખાને પોતાની આઇપીએલ કરિયરને ઘણી ફ્રેંચાઇઝી સાથે આગળ ધપાવી છે. કરિયરની શરૂઆત ઝહીરે આરસીબી સાથે કરી હતી અને બાદમાં મુંબઈ ઇન્ડિયન્સ, પછી આરસીબી અને હવે દિલ્હી તરફથી મેદાનમાં ઊતર્યો છે. જોકે અત્યાર સુધીમાં ઝહીર જે તે સમયે જે ટીમ તરફથી મેદાનમાં ઊતર્યો તે ટીમ ચેમ્પિયન બની શકી નથી.

http://sambhaavnews.com/

You might also like