IPL-2018માં એક ટીમની સફર આજે ખતમ થઈ જશે

કોલકાતાઃ આઇપીએલ-૧૧ના પહેલા ક્વોલિફાયર બાદ હવે બધાની નજર ઈડન ગાર્ડન્સ પર ટકેલી છે. ફાઇનલમાં પહોંચનારી બીજી ટીમ આ ઐતિહાસિક મેદાન પર રમાનાર આગામી બે મેચમાં નક્કી થઈ જશે. ઈડનમાં આજે રમાનારી મેચ કહેવા માટે તો એલિમિનેટર છે.

પરંતુ કોલકાતા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ્સ માટે આ મેચ સીધેસીધી ક્વાર્ટર ફાઇનલ છે, કારણ કે આજની મેચમાં પરાજિત થનારીની ટીમની સફર વર્તમાન આઇપીએલમાં ખતમ થઈ જશે, જ્યારે આજનો મુકાબલો જીતનારી ટીમ શુક્રવારે આ જ મેદાન પર ક્વોલિફાયર-૨માં ગઈ કાલે પરાજિત થનારી હૈદરાબાદ સામે રમશે. ત્યાર બાદ ૨૭ મેએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ફાઇનલ મેચ રમાશે.

એવું છઠ્ઠી વાર બન્યું છે, જ્યારે કોલકાતાએ પ્લેઓફમાં સ્થાન મેળવ્યું છે. તે આ સિઝનની એકમાત્ર એવી ટીમ છે, જેને નોકરાઉન્ડ રાઉન્ડમાં પોતાના હોમગ્રાઉન્ડ પર રમવાની તક મળી રહી છે. ઈડનમાં કોલકાતાએ રમેલી સાત મેચમાંથી ચારમાં વિજય થયો છે અને ત્રણમાં પરાજય વહોર્યો છે.

કોલકાતા માટે સૌથી સારી વાત એ છે કે તેના ખેલાડી યોગ્ય સમયે ફોર્મમાં પાછા ફર્યા છે. કોલકાતાએ પોતાની છેલ્લી ત્રણેય મેચમાં પંજાબ, રાજસ્થાન અને પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને રહેલી હૈદરાબાદની ટીમને હરાવીને પ્લેઓફમાં સ્થાન મેળવ્યું છે. ઓપનિંગ બેટ્સમેન ક્રિસ લીન શાનદાર ફોર્મમાં છે.

સુનીલ નરૈન બેટિંગમાં પણ કમાલ દેખાડી શકે છે. સારી વાત એ છે કે હૈદરાબાદ સામે ગત મેચમાં રોબિન ઉથપ્પાનાં બેટમાંથી પણ રન નીકળ્યા હતા, જ્યારે કેપ્ટન દિનેશ કાર્તિક ધોનીની જેમ પોતાની ટીમ માટે ફિનિશર બનતો જઈ રહ્યો છે. તે આ સિઝનમાં છ વાર અણનમ રહ્યો છે.

બીજી તરફ લીગ રાઉન્ડના પ્રદર્શનના આધારે ભલે કોલકાતાના પલડું ભારે દેખાઈ રહ્યું હોય, પરંતુ રાજસ્થાનની ટીમને ઓછી આંકી શકાય તેમ નથી. મહેમાન ટીમના બે સ્ટાર અંગ્રેજ ખેલાડી જોસ બટલર અને બેન સ્ટોક્સ ઈંગ્લેન્ડ પાછા ફરી ચૂક્યા છે, તેમ છતાં રાજસ્થાન પાસે અન્ય ઉમદા ખેલાડી છે જ.

ઓપનિંગ બેટ્સમેન રાહુલ ત્રિપાઠી સારા ફોર્મમાં છે. ત્રિપાઠીએ આરસીબી સામે ૮૦ રનની ઇનિંગ્સ રમી હતી. રાજસ્થાનની ટીમ કેપ્ટન અજિંક્ય રહાણે પાસેથી એક મોટી ઇનિંગ્સની આશા રાખી રહી છે. સંજુ સેમસન પણ એકલા હાથે મેચ જીતાડી શકે તેમ છે. લેગ સ્પિનર શ્રેયસ ગોપાલે પણ ગત મેચમાં ચાર વિકેટ ઝડપીને કોલકાતાના બેટ્સમેનોને ચેતવી દીધા છે.

રાજસ્થાનના બેટ્સમેનોએ ફરી એક વાર કુલદીપ યાદવ અને સુનીલ નરૈન સામે કામ પાર પાડવું પડશે. કુલદીપે ઈડનમાં રાજસ્થાન સામે રમાયેલી મેચમાં ચાર વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત અનુભવી પિયૂષ ચાવલાનો પણ રાજસ્થાનના બેટ્સમેનોએ સામનો કરવાનો છે.

divyesh

Recent Posts

કોશિશ ચાલુ રહેશે, હાર નહીં માનું: નેહા શર્મા

અભિનેત્રી નેહા શર્માએ ૨૦૦૭માં તેલુગુ ફિલ્મ 'ચિરુથા'થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી અને ત્રણ વર્ષ બાદ ૨૦૧૦માં મોહિત સુરીની ફિલ્મ…

8 hours ago

બેઠાડું નોકરી કરો છો? તો હવે હેલ્ધી રહેવા માટે વસાવી લો પેડલિંગ ડેસ્ક

આજકાલ ડેસ્ક પર બેસીને કરવાની નોકરીઓનું પ્રમાણે વધી ગયું છે. લાંબા કલાકો બેસી રહેવાની ઓબેસિટી, ડાયાબિટીસ અને હાર્ટ ડિસીઝનું જોખમ…

8 hours ago

શહેરમાં ૧૮ ફાયર ઓફિસરની સીધી ભરતી સામે સર્જાયો વિવાદ

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ફાયર બ્રિગેડની તંત્ર દ્વારા કરાતી ઉપેક્ષાનું સામાન્ય ઉદાહરણ વર્ષોથી સ્ટેશન ઓફિસર વગરના ફાયર સ્ટેશનનું ગણી શકાય…

9 hours ago

૨૬૦ કરોડનું ફૂલેકું ફેરવનાર ચીટર દંપતી વિદેશ નાસી છૂટ્યાંની આશંકા

અમદાવાદઃ થલતેજમાં આવેલ પ્રેસિડેન્ટ પ્લાઝામાં વર્લ્ડ ક્લેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની…

9 hours ago

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, વિવિધ યોજનાઓમાં દિવ્યાંગોને અપાશે અગ્રિમતા

ગાંધીનગરઃ ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં દિવ્યાંગોને વિવિધ યોજનામાં અગ્રિમતા આપવામાં આવશે. ભરતીમાં 4 ટકાનાં ધોરણે લાભ…

9 hours ago

ન્યૂઝીલેન્ડનાં ખેલાડી IPLનાં અંત સુધી રહેશે ઉપલબ્ધ

મુંબઈઃ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ (NZC)એ આઇપીએલની આગામી સિઝનમાં પોતાના ખેલાડીઓને આખી ટૂર્નામેન્ટ રમવાની મંજૂરી આપી દીધી છે. NZCના અધિકારી જેમ્સ વિયરે…

10 hours ago