Categories: Sports

એવું તો શું બન્યું કે ૧૦ ખેલાડી આઇપીએલની બહાર થઈ ગયા?

નવી દિલ્હીઃ આઇપીએલની આ સિઝનને ઈજાઓનું જાણે કે ગ્રહણ લાગી ગયું છે. એક પછી એક ખેલાડી ઈજાગ્રસ્ત થઈને ટૂર્નામેન્ટની બહાર જઈ રહ્યા છે અને એક સવાલનો જવાબ બધા શોધી રહ્યા છે કે ખેલાડીઓને ઈજા થવા પાછળનું કારણ શું છે. ક્યાંક એ કારણ તો નથીને કે આઇપીએલમાં રૂપમાં વધુ પડતું ક્રિકેટ રમાઈ રહ્યું છે કે પછી ખેલાડીઓની ખરાબ ફિટનેસ? કારણ જે પણ હોય, આ ખેલાડીઓ અને તેના બોર્ડ માટે ચિંતાનો વિષય જરૂર છે. અત્યાર સુધીમાં કુલ ૧૦ ખેલાડી આઇપીએલમાંથી બહાર થઈ ચૂક્યા છે. કેટલાક આઇપીએલ દરમિયાન ઈજાગ્રસ્ત થયા તો કેટલાક પોતાની અગાઉની ઈજામાંથી બહાર આવવામાં નિષ્ફળ રહ્યા.

સ્ટીવન સ્મિથઃ આ સિઝનમાં ૧૦મો એવો ખેલાડી છે, જે ઈજાને કારણે આઇપીએલની બહાર થઈ ગયો છે. તેને જમણા કાંડાની ઈજાને કારણે ઓસ્ટ્રેલિયા પરત બોલાવી લેવામાં આવ્યો છે. સ્મિથે આઠ મેચમાં ૨૭૦ રન ૪૫ની સરેરાશ અને ૧૫૩.૪૦ના સ્ટ્રાઇક રેટ સાથે પુણેની ટીમ માટે બનાવ્યા હતા. આ દરમિયાન તેણે પોતાની ટી-૨૦ ક્રિકેટની પહેલી સદી પણ ફટકારી હતી. સ્મિથના સ્થાને પુણે ટીમે હજુ સુધી કોઈ નવા ખેલાડીની જાહેરાત કરી નથી.

મિચેલ માર્શઃ આઇપીએલમાંથી બહાર થનારો નવમો ખેલાડી છે. તે સાઇડ સ્ટ્રેનને કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થયો છે. પુણે માટે રમી રહેલા મિચેલ માર્શે ત્રણ મેચમાં ચાર વિકેટ ૧૧.૨૫ની સરેરાશ અને ફક્ત ૫.૦૦ રનના ઇકોનોમી રેટથી ઝડપી હતી. તેના સ્થાને પણ હજુ સુધી કોઈ નવો ખેલાડી પસંદ કરાયો નથી.

ફાફ ડુ પ્લેસીઃ પુણે સુપરજાયન્ટ્સ તરફથી ઈજાગ્રસ્ત થઈને આઇપીએલમાંથી બહાર થનારો આ સિઝનનો આઠમો ખેલાડી છે. ડુ પ્લેસીને આંગળીમાં ઈજાને આઇપીએલ છોડવી પડી છે. ડુ પ્લેસીએ આ સિઝનમાં પુણે તરફથી રમતાં છ મેચમાં ૨૦૬ રન ૩૪.૩૩ની સરેરાશથી બનાવ્યા હતા.

કેવિન પીટરસનઃ પુણે સુપરજાયન્ટ્સને પહેલો ઝટકો કેવિન પીટરસનના રૂપમાં લાગ્યો હતો, જ્યારે કાલ્ફ ઇન્જરી એટલે કે જમણા પગની પિંડીમાં ઈજાને કારણે આઇપીએલમાંથી બહાર થઈ ગયો. પીટરસને ચાર મેચમાં ૭૩ રન ૩૬.૫૦ની સરેરાશથી અને ૧૧૯.૬૭ના સ્ટ્રાઇક રેટથી બનાવ્યા હતા. ફેંચાઇઝીએ તેના સ્થાને ઉસ્માન ખ્વાજાને ટીમમાં સામેલ કર્યો છે.

લેન્ડલ સિમન્સઃ વિન્ડીઝ ટીમને ટી-૨૦ વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચડાનારો સિમન્સ આઇપીએલની શરૂઆતની મેચ બાદ જ ઈજાગ્રસ્ત થઈ ગયો હતો અને ટૂર્નામેન્ટની બહાર થઈ ગયો હતો. તેની પીઠમાં તકલીફને કારણે તે બહાર થઈ ગયો. મુંબઈએ તેના સ્થાને માર્ટિન ગુપ્ટિલને ટીમમાં સામેલ કરી લીધો છે.

જોન હેસ્ટિંગ્સઃ આ ખેલાડી મુંબઈ ઇન્ડિયન્સ વિરુદ્ધ આ સિઝનમાં કોલકાતામાં રમાનાર મેચ પહેલાં જ ઘૂંટણની ઈજાને કારણે બહાર થઈ ગયો હતો. હેસ્ટિંગ્સે ઈજાગ્રસ્ત થતા પહેલાં રમેલી બે મેચમાં બે વિકેટ ૫.૫ના ઇકોનોમીરેટ અને ૧૮.૫૦ની સરેરાશથી ઝડપી હતી.

સૈમ્યુઅલ બદ્રીઃ ટી-૨૦ વર્લ્ડકપનો બેસ્ટ બોલર સેમ્યુઅલ બદ્રી બેંગલુરુ તરફથી રમતા પહેલાં જ ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. તેને ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી-૨૦ વર્લ્ડની ફાઇનલમાં ખભામાં ઈજા થઈ હતી, જે ઈજામાંથી તે બહાર આવી શક્યો નહીં. દક્ષિણ આફ્રિકાના ચાઇનામેન બોલર તબરેઝ શમ્સીએ તેનું સ્થાન લીધું છે.

લસિથ મલિંગાઃ મલિંગાને આઇપીએલ પહેલાં જ ઘૂંટણમાં ઈજાને કારણે ચાર મહિના માટે અનફિટ જાહેર કરી દેવામાં આવ્યો હતો, જેના કારણે તે ટી-૨૦ વર્લ્ડકપમાં પણ ભાગ લઈ શક્યો નહોતો અને એશિયા કપની કેટલીક મેચમાં રમ્યા બાદથી તે ક્રિકેટથી દૂર થઈ ગયો. મુંબઈ ઇન્ડિયન્સે તેના સ્થાને જેરોમ ટેલરને ટીમમાં સામેલ કરી લીધો છે.

જોએલ પેરિસઃ દિલ્હીએ આ યુવાન બોલરને ફક્ત રૂ. ૩૦ લાખમાં ખરીદ્યો હતો, પરંતુ તે પહેલી મેચ રમતા પહેલાં જ ઈજાગ્રસ્ત થઈને આઇપીએલની બહાર થઈ ગયો.

મિચેલ સ્ટાર્કઃ નવેમ્બર ૨૦૧૫માં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ડે નાઇટ ટેસ્ટ રમતા ઈજાગ્રસ્ત થયેલો સ્ટાર્ક ત્યારથી એક પણ મેચમાં રમી શક્યો નથી અને તે જૂનમાં રમાનારી વિન્ડીઝ અને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધની ત્રિકોણીય શ્રેણીમાં વાપસી માટે કોશિશ કરી રહ્યો છે. તે ઘૂંટણની ઈજાથી પીડાઈ રહ્યો છે. તેના સ્થાને ક્રિસ જોર્ડનને ટીમમાં સામેલ કરી લેવાયો છે.

divyesh

Recent Posts

કોશિશ ચાલુ રહેશે, હાર નહીં માનું: નેહા શર્મા

અભિનેત્રી નેહા શર્માએ ૨૦૦૭માં તેલુગુ ફિલ્મ 'ચિરુથા'થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી અને ત્રણ વર્ષ બાદ ૨૦૧૦માં મોહિત સુરીની ફિલ્મ…

6 hours ago

બેઠાડું નોકરી કરો છો? તો હવે હેલ્ધી રહેવા માટે વસાવી લો પેડલિંગ ડેસ્ક

આજકાલ ડેસ્ક પર બેસીને કરવાની નોકરીઓનું પ્રમાણે વધી ગયું છે. લાંબા કલાકો બેસી રહેવાની ઓબેસિટી, ડાયાબિટીસ અને હાર્ટ ડિસીઝનું જોખમ…

6 hours ago

શહેરમાં ૧૮ ફાયર ઓફિસરની સીધી ભરતી સામે સર્જાયો વિવાદ

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ફાયર બ્રિગેડની તંત્ર દ્વારા કરાતી ઉપેક્ષાનું સામાન્ય ઉદાહરણ વર્ષોથી સ્ટેશન ઓફિસર વગરના ફાયર સ્ટેશનનું ગણી શકાય…

6 hours ago

૨૬૦ કરોડનું ફૂલેકું ફેરવનાર ચીટર દંપતી વિદેશ નાસી છૂટ્યાંની આશંકા

અમદાવાદઃ થલતેજમાં આવેલ પ્રેસિડેન્ટ પ્લાઝામાં વર્લ્ડ ક્લેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની…

6 hours ago

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, વિવિધ યોજનાઓમાં દિવ્યાંગોને અપાશે અગ્રિમતા

ગાંધીનગરઃ ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં દિવ્યાંગોને વિવિધ યોજનામાં અગ્રિમતા આપવામાં આવશે. ભરતીમાં 4 ટકાનાં ધોરણે લાભ…

7 hours ago

ન્યૂઝીલેન્ડનાં ખેલાડી IPLનાં અંત સુધી રહેશે ઉપલબ્ધ

મુંબઈઃ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ (NZC)એ આઇપીએલની આગામી સિઝનમાં પોતાના ખેલાડીઓને આખી ટૂર્નામેન્ટ રમવાની મંજૂરી આપી દીધી છે. NZCના અધિકારી જેમ્સ વિયરે…

7 hours ago