અમારી ઉંમર ના પૂછો, અમારી ફિટનેસ જુઓઃ ધોની

ચેન્નઈ સુપર કિંગ્સની ટીમમાં ઘણા મોટી ઉંમરના ખેલાડીઓ હતા પણ આવું હોવા છતાં તેઓ આઈપીએલ -11 ચેમ્પિયન બનવામાં સફળ રહ્યા હતા. તેમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ પણ કહ્યું હતું કે ઉંમરની જગ્યા ફિટનેસ જુઓ.

ચેન્નઈએ સનરાઇઝર્સ હૈદરાબાદને આઠ વિકેટથી હરાવીને ત્રીજી વખત IPLનું ટાઇટલ જીત્યું છે. સનરાયર્સે પ્રથમ બેટીંગ કરીને 6 વિકેટના નુકસાને 178 રન કર્યા હતા. ચેન્નઈએ ચેમ્પિયન બનવા માટે શેન વોટસનની 117 નોટ આઉટની મદદથી 2 વિકેટ ગુમાવીને 181 રન કર્યા હતા.

મેચ પછી, ધોનીને ટીમના ઉંમર વાળા ખેલાડીઓની હાજરી વિશે પૂછપરછ કરવામાં આવી હતી, ત્યારે તેણે કહ્યું હતું કે વય માત્ર એક સંખ્યા છે પરંતુ ખેલાડી સંપૂર્ણપણે ફિટ હોવો જોઈએ.

ધોનીએ કહ્યું, “આપણે વય વિશે વાત કરીએ છીએ પરંતુ ફિટનેસ વધુ મહત્વની છે. રાયડુ 33 વર્ષનો છે પરંતુ તેને રમવામાં ખરેખર કોઈ વાંધો નથી. જો તમે કોઇ કેપ્ટનને આ સવાલ પુછશો તો એ ખેલાડી સ્માર્ટ હોવો જોઈએ.”

તેમણે કહ્યું, ‘અમે અમારી નબળાઈઓ વિષે જાણતા હતા. જો વોટસન ડાઈવ લાગાવાનો પ્રયત્ન કરે છે, તો તેને ઈંજરી થઈ શકે છે જેથી અમે તેને આવું કરવા નથી માંગતા. ઉંમર માત્ર એક સંખ્યા છે પરંતુ ખેલાડીનું સંપૂર્ણપણે ફિટ હોવું વધારે જરૂરી છે. ‘

ધોનીએ કહ્યું હતું કે, “જ્યારે તમે ફાઇનલમાં પહોંચો છો, ત્યારે દરેક તેની ભૂમિકા જાણે છે. જ્યારે તમે ફીલ્ડિંગ કરી રહ્યાં છો ત્યારે તમારે તમારી રણનિતિને વ્યવસ્થિત રાખવી પડશે. અમારા બેટ્સમેન આ શૈલીથી પરિચિત છે. જો કોઈને તે મુશ્કેલ લાગે છે તો પાછળના બેટ્સમેન માટે પણ તેનું કામ સરળ હોતું નથી. ‘

તેણે વધુમાં કહ્યું હતું કે, “અમે જાણતા હતા કે ભુવનેશ્ર્વર કુમાર અને રશીદ ખાન એમની ટીમમાં 2 સારા બોલરો છે, જે અમારી પર દબાણ કરી શકે છે. એટલા માટે મને વિશ્વાસ છે કે અમારી બેટિંગ ખૂબ સારી છે. પરંતુ અમે માનતા હતા કે અમે મધ્ય ઓવરમાં સારા રન મેળવી શકશું. ”

સનરાઈઝર્સના કેપ્ટન કેન વિલિયમ્સને નબળો દેખાવ અંગે નિરાશા વ્યક્ત કરી હતી પરંતુ તેણે વાટ્સનની પ્રશંસા પણ કરી હતી. વિલિયમ્સને કહ્યું, “અમને લાગ્યું કે અમે એક પડકારજનક સ્કોર કર્યા છે પરંતુ શેન વોટસનની પ્રશંસા કરવી પડશે. હું ચેન્નઈને અભિનંદન આપું છું. આ હાર નિરાશાજનક છે કારણ કે અમે મોટા ભાગના સમયમાં સારો દેખાવ કર્યો હતો. “

You might also like