Categories: Sports

આજે ઘરઆંગણે ગુજરાત લાયન્સ દિલ્હી સામે રમશે

રાજકોટ: સ્પર્ધામાં પાછળ રહેલી કિંગ્સ ઈલેવન પંજાબ સામે છેલ્લી મેચમાં અણધાર્યા અને આઘાતજનક પરાજય છતાં, પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને બિરાજમાન ગુજરાત લાયન્સની ટીમે પોતાનો ઘરઆંગણેનો સંગ્રામ વિજય સાથે સમાપ્ત કરવા માટે આઈપીએલ દિલ્હી ડેરડેવિલ્સ સામે અહીં આજે રમાનારી મેચમાં પોતાના દેખાવમાં સુધારો કરવાનો રહેશે. પંજાબની ટીમ સામે ગત રવિવારે ૨૩ રનથી પરાજય થતા ગુજરાત લાયન્સનો વિજયરથ અટકી પડ્યો હતો. નિષ્ફળતા છતાં ગુજરાતની ટીમ તેની આઠ મેચમાંથી જમા કરેલા કુલ ૧૨ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચના ક્રમે છે. દરેક મેચમાં સુધારો દાખવેલ દિલ્હીની ટીમ ગુજરાતથી બહુ દૂર નથી અને તે પોતાની છ મેચમાંથી મેળવેલા આઠ પોઈન્ટ સાથે હાલ ત્રીજા સ્થાને છે.

ગુજરાતની બેટિંગનો આધાર તેના સ્ફોટક ઓપનિંગ બેટ્સમેનો બ્રેન્ડન મેકલમ તથા ડ્વેઈન સ્મિથ પર રહ્યો છે અને આ જોડી જ્યારે ઝળકે છે ત્યારે ટીમનો જુમલો ૨૦૦ રનની આસપાસ પહોંચતો હોય છે. આજે પણ આ જોડી પાસેથી સુંદર શરૂઆતની આશા સુકાની સુરેશ રૈના અને ગુજરાત લાયન્સના ચાહકો રાખી રહ્યા છે.

divyesh

Recent Posts

અહીં મળશે બેસ્ટ ક્વોલિટીવાળા જેકેટ એ પણ માત્ર રૂ.180માં, આ છે દુનિયાનું સૌથી સસ્તું માર્કેટ

હવે સમગ્ર દેશભરમાં ઠંડીની ઋતુ એવી શિયાળાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે ધીમે-ધીમે સવાર-સાંજનાં તાપમાનમાં પણ ઘટાડો થવા લાગ્યો છે.…

12 hours ago

PM મોદીએ વારાણસીને અર્પણ કરી કરોડોની ભેટ, કહ્યું,”દેશે જે સપનું જોયું તે સાકાર થયું”

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીની મુલાકાતે છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાનાં સંસદીય ક્ષેત્રમાં 2413 કરોડ રૂપિયાની પરિયોજનાઓનું લોકાર્પણ-શિલાન્યાસ કર્યો.…

13 hours ago

આ છે એવાં શાનદાર કપલ ટેટૂ, જે બન્યાં છે એકબીજાનાં પ્રેમની નિશાની માટે

ન્યૂ દિલ્હીઃ "કપલ ટેટૂ" ખાસ તરીકે તેવાં લોકો માટે છે કે જે કાં તો કોઇ રિલેશનશિપમાં હોય અથવા તો પૂરી…

14 hours ago

અરે આ શું! જાડેજાનો મેન ઓફ ધ મેચ પુરસ્કાર મળી આવ્યો કચરામાંથી!

ક્રિકેટ મેચ નિહાળતી વખતે તમે જોયું હશે કે મેચ પૂરી થયા બાદ જ્યારે પણ કોઈ ખેલાડીને કોઈ પુરસ્કાર આપવામાં આવે…

15 hours ago

રિવરફ્રન્ટનાં પૂર્વ છેડા પરનાં દધિચી બ્રિજની નીચે બનાવાશે ફૂડ કોર્ટ

અમદાવાદઃ મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે સાબરમતી રિવરફ્રન્ટને નયનરમ્ય બનાવાયા બાદ સહેલાઈઓ માટે એક પછી એક નવી સુવિધાઓ ઉભી…

15 hours ago

રૂ.1.50 લાખમાં મકાન વેચાણ નહીં આપતાં પાડોશીએ આધેડનું ઢીમ ઢાળ્યું

વડોદરાઃ આજવા રોડ પર આવેલ એકતાનગરમાં મકાન વેચાણમાં લેવાના મામલે એક આધેડને પાઇપના ફટકા મારીને મોતને ઘાટ ઉતારી દેતાં સમગ્ર…

15 hours ago