VIDEO: સપના ચૌધરીના હિટ સોંગ પર ડાન્સ કરતો જોવા મળ્યો ક્રિસ ગેલ

હરિયાણાની ડાન્સિંગ સેન્સેશન સપના ચૌધરીનો જાદૂ લાઇવ શોઝ, સોશ્યલ મીડિયા પછી હવે IPL ક્રિકેટર્સ પર પણ જોવા મળી રહ્યો છે. IPLની ટીમ કિંગ્સ ઇલેવન પંજાબના ફેમસ પ્લેયર ક્રિસ ગેલનો એક વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં ક્રિસ ગેલને સપના ચૌધરીના હિટ સોંગ ‘તેરી આંખ્યા કા યો કાજલ’ પર સપનાના અંદાજમાં જ ડાન્સ કરતા જોઇ શકાય છે.

 

Look what I found on Internet. @chrisgayle333 You are such a good Dancer.

A post shared by Sapna Choudhary (@itssapnachoudhary) on

‘બિગ બૉસ 11’ પછી બોલિવુડમાં એન્ટ્રી કરી ચૂકેલી સપના ચૌધરીનો આ વીડિયો પોતાના ફેન્સને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શૅર કર્યો છે. સપનાએ વીડિયો શૅર કરીને ક્રિસે ગેલના વખાણ કર્યા. સપનાએ લખ્યુ કે, ”Look what I found on Internet.@chrisgayle333 You are such a good Dancer.”

આ વીડિયોમાં ક્રિસ ગેલ વ્હાઇટ કલરના આઉટફિટમાં સપના ચૌધરીની જેમ ડાન્સ સ્ટેપ્સ કરી રહ્યો છે. ક્રિસ ગેલ સપનાની સ્ટાઇલ કૉપી કરવામાં સફળ રહ્યો. સપના ચૌધરી દ્વારા શૅર કરેલા આ વીડિયોને હજારો લોકો જોઇ લીધો છે અને સાથે જ સોશ્યલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

You might also like