IPLમાં સટ્ટાબાજી મામલે અરબાઝ ખાનની કબૂલાત, બુકી સોનું જાલાનને 5 વર્ષથી ઓળખું છું

મુંબઈ: આઇપીએલ 2018માં સટ્ટાબાજીનો આરોપને લઇને અરબાઝ ખાને પોલીસની સામે ઘણા ચોંકવનારા ખુલાસા કર્યા છે. અરબાજ ખાને આઇપીએલમાં સટ્ટાબાજીને લઇને બુકી સોનું જાલાનને 5 વર્ષથી જાણતો હોવાની કબૂલાત કરી છે. અરબાઝ ખાને સટ્ટાબાજીની વાત પણ સ્વીકારી છે.

આ સાથે અરબાઝ કાને એ પણ કબલ્યું છે કે પૈસાની ચૂકવણી નહી કરવા પર સોનૂ જાલાન તેને ફોન કરીને ધમકાવતો પણ હતો. પોલીસ પુછપરછમાં એ પણ જાણવા મળ્યું છે કે અરબાઝ ખાન સતત સટ્ટો રમતો હતો, આ વાત ખાન પરિવાર જાણતો હતો. જો કે હાલમાં અરબાઝ ખાનની પુછપરછ હજી પણ ચાલી રહી છે.

આઈપીએલ સટ્ટાબાજીમાં બોલિવૂડ અભિનેતા અને નિર્માતા અરબાઝ ખાનનું નામ આવ્યા બાદ તેને જારી કરાયેલા સમન્સના પગલે અરબાઝ ખાન આજે ૧૧.૦૦ વાગ્યે થાણેની ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં પહોંચી ગયો હતો અને તેની પૂછપરછ શરૂ થઈ ગઈ હતી.

અરબાઝ ખાન પોતાના ભાઈ સલમાન ખાનના બોડીગાર્ડ શેરા સાથે સવારે ૧૧.૦૦ વાગ્યે ક્રાઈમ બ્રાંચ સમક્ષ હાજર થઈ ગયો હતો.

આ અગાઉ થાણે પોલીસના એન્ટી એક્સટોર્શન સેલ દ્વારા શુક્રવારે અરબાઝ ખાનને સમન્સ બજાવવામાં આવ્યા હતા. પોલીસને ઈન્ટરનેશનલ બુકી સોનુ જાલાનની સાથે અરબાઝની તસવીર મળી હતી.

અરબાઝ ખાને આ વર્ષે આઈપીએલમાં રૂ. ત્રણ કરોડનો સટ્ટો લગાવ્યો હતો. એવું જાણવા મળ્યું છે કે અરબાઝ ખાનને આ વખતે સટ્ટામાં ભારે નુકસાન થયું હતું. અરબાઝ ખાન આ વખતે સટ્ટાબાજીમાં રૂ. ત્રણ કરોડ હારી ગયો હતો.

You might also like