IPL ઓક્શનઃ વોટ્સન ૯.૫ કરોડમાં વેચાયોઃ યુવરાજને રૂ. ૭ કરોડ મળ્યા

બેંગલુરુ: ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની સિઝન-૯ માટે ૩૫૧ ક્રિકેટ ખેલાડીઓની હરાજી ચાલુ થઈ ગઈ છે. બેંગલોરે શેન વોટ્સનને રૂ. ૯.૫૦ કરોડમાં ખરીદ્યો છે જ્યારે ગઈ સાલ ૧૬ કરોડમાં વેચાયેલા યુવરાજસિંહને આજે સનરાઈઝ હૈદરાબાદ દ્વારા રૂ. ૭ કરોડમાં ખરીદવામાં આવ્યો છે.

અગાઉની સિઝન-૮માં શેન વોટ્સન રાજસ્થાન રોયલ્સ માટે રમ્યો હતો. જ્યારે આ વખતે તે બેંગલોર વતી રમશે. પ્રથમ રાઉન્ડમાં ન્યૂઝીલેન્ડના માર્ટિન ગપ્ટિલ અને એરોન ફિંચને હજુ સુધી કોઈએ ખરીદ્યા નથી. જ્યારે આશિષ નહેરાને હૈદરાબાદે રૂ. ૫.૫૦ કરોડમાં ખરીદ્યો છે. પુણેએ ઈશાંત શર્માને રૂ. ૩.૮૦ કરોડમાં ખરીદ્યો છે. ગુજરાત લાયન્સે ડેલ સ્ટેનને રૂ. ૨.૩૦ કરોડમાં ખરીદ્યો છે.

વિકેટકીપર મુશફિકર રહીમને હજુ કોઈએ ખરીદ્યો નથી, જ્યારે મુંબઈ ઈન્ડિયને જોશ બટલરને ૩.૮૦ કરોડમાં ખરીદ્યો. વેસ્ટ ઈન્ડીઝના શેન ડારીચને કોઈએ ખરીદ્યો નથી. દિલ્હી ડેરડેવિલ્સે સંજુ સેમ્પસનને રૂ. ૪.૨ કરોડમાં ખરીદ્યો. માહેલા જયવર્ધનને પણ કોઈ ખરીદનાર મળ્યું નથી. એ જ રીતે ચેતેશ્વર પુજારા, સુબ્રમણ્યમ બદરીનાથ, જ્યોર્જ બેલી, હાશીમ અમલાને હજુ સુધી કોઈએ ખરીદ્યા નથી.

માર્કી ખેલાડી ડેવિન સ્મિથને રાજકોટ લાયન્સે રૂ. ૨.૩૦ કરોડમાં ખરીદ્યો છે. પુણેએ કેવિન પીટરસનને રૂ. ૩.૫૦ કરોડમાં ખરીદ્યો હતો. આ ઓક્શનમાં ૩૫૧ ક્રિકેટ ખેલાડીઓ સામેલ છે, જેમાંથી ૧૩૦ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ ડોમેસ્ટિક ક્રિકેટ રમી રહ્યા છે. બે ખેલાડી કેનેડા અને આયર્લેન્ડના છે.

ખેલાડીઓની બોલી કઈ રીતે લાગે છે
આઈપીએલની ઓકશનમાં આઠ-આઠના સેટમાં ખેલાડીઓની બોલી લાગે છે. પ્રથમ સેટમાં જે ખેલાડીઓની બોલી બોલાય છે તેને માર્કી ખેલાડીઓનું નામ આપવામાં આવ્યું છે. બેઝ પ્રાઈસને સાત કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવી છે.
મેક્સિમમ બેસ્ટ પ્રાઈસ રૂ. બે કરોડ છે અને આ લિસ્ટમાં ૧૨ ખેલાડીઓ છે. આ ૧૨ ખેલાડીઓમાં યુવરાજ, ઈશાંત, આશિષ નહેરા, ધવલ કુલકર્ણી, દિનેશ કાર્તિક, સ્ટુઅર્ટ બિની, સંજુ સેમપ્સન, પીટરસન, વોટસન, મિચેલ માર્શ, માઈકલ હસી અને કેન રિચર્ડસનનો સમાવેશ થાય છે. ત્યાર બાદ દોઢ કરોડ, એક કરોડ, ૫૦ લાખ, ૩૦ લાખ, ૨૦ લાખ અને ૧૦ લાખની બેઝ પ્રાઈસ આવે છે.

You might also like