IPLએ ખેલાડીઓનાં તો ઠીક, કોચ- મેન્ટરનાં ખિસ્સાં પણ છલકાવી દીધાં

નવી દિલ્હીઃ આઇપીએલની ૧૧મી સિઝન પૂરી થઈ ચૂકી છે. આ વખતે ચર્ચા ફક્ત દિગ્ગજ ખેલાડીઓની જ નથી થઈ રહી, પરંતુ પોતાના સમયના એ સ્ટાર ખેલાડીઓની પણ ચર્ચા થઈ રહી છે, જેઓ હવે કોચ અથવા તો મેન્ટર બની ચૂક્યા છે. આઇપીએલને કારણે ઘણા ખેલાડીઓ માલામાલ બની ગયા છે.

દુનિયાભરના ક્રિકેટરો ભારતમાં એપ્રિલ-મે મહિનાની આગઝરતી ગરીમીમાં રમવા રીતસર પડાપડી કરતા હોય છે. આઇપીએલ એક એવો મંચ છે, જેમાં ખેલાડી ચમકી જાય તો તેનું નસીબ રાતોરાત બદલાઈ જાય છે. ઘણા ખેલાડીઓ એવા છે, જેઓને ખાવાનાં પણ સાંસાં હતાં તેઓ આજે કરોડપતિ બની ગયા છે. આઇપીએલ ફક્ત ખેલાડીઓનાં જ નહીં, નિવૃત્ત થઈને કોચ અને મેન્ટર બની ગયેલા પોતાના સમયના દિગ્ગજ ખેલાડીઓનાં ખિસ્સાં પણ છલકાવી દે છે.

આશિષ નેહરા (બોલિંગ કોચ, આરસીબી)
ગત વર્ષે આશિષ નેહરા ખેલાડી તરીકે સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી ખેલાડી તરીકે રમ્યો હતો. આ વખતની આઇપીએલ પહેલાં તેણે નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. આ સ્થિતિમાં તેને વિરાટ કોહલીના નેતૃત્વવાળી આરસીબીના બોલિંગ કોચ બનવાની તક મળી. આના માટે નેહરાજીએ ચાર કરોડ રૂપિયાનું મહેનતાણું લીધું, જ્યારે આરસીબીના મુખ્ય કોચ અને ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ સ્પિનર ડેનિયલ વિટોરીની સેલેરી આઇપીએલના બધા કોચની સરખામણીમાં સૌથી વધુ છે.

રિકી પોન્ટિંગ (કોચ, દિલ્હી ડેરડેવિલ્સ)
પહેલી વાર દિલ્હી ડેરડેવિલ્સને કોચિંગ આપવા આવેલો રિકી પોન્ટિંગ ભલે દિલ્હીનું નસીબ ના બદલી શક્યો, પરંતુ તેણે પોતાના ખિસ્સામાં રૂ. ૩.૭ કરોડની રકમ સેરવી લીધી ખરી.

ગેરી કર્સ્ટન (બેટિંગ કોચ, આરસીબી)
ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કોચ ગેરી કર્સ્ટનને આ વખતે આરસીબીએ બેટિંગ કોચ તરીકે પોતાની ટીમ સાથે જોડ્યો હતો. આ સિઝન માટે ગેરીની કુલ કમાણી દોઢ કરોડ રૂપિયાની રહી.

લાસિથ મલિંગા (બોલિંગ કોચ, મુંબઈ ઇન્ડિયન્સ)
શ્રીલંકાના ફાસ્ટ બોલર લાસિથ મલિંગને મુંબઈ ઇન્ડિયન્સે પોતાની ટીમ સાથે બોલિંગ કોચ તરીકે જોડ્યો હતો. આના માટે મુંબઈ ઇન્ડિયન્સે મલિંગાને દોઢ કરોડ રૂપિયાની ચુકવણી કરી હતી.

સ્ટીફન ફ્લેમિંગ (કોચ, CSK)
ન્યૂઝીલેન્ડનો ભૂતપૂર્વ કેપ્ટન પાછલાં ઘણાં વર્ષોથી ચેન્નઈ સુપર કિંગ્સનો હિસ્સો છે. તેના કોચિંગમાં આ વખતે પણ ટીમે ખિતાબ જીતી લીધો. સૂત્રોના જણાવ્યા અનુસાર ફ્લેમિંગને આ વખતે કોચિંગ ફી તરીકે રૂ. ૩.૨ કરોડનું મહેનતાણું ચૂકવવામાં આવ્યું છે.

વીરેન્દ્ર સેહવાગ (કોચ, કિંગ્સ ઈલેવન પંજાબ)
પોતાના સમયનો વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સેહવાગ હવે આઇપીએલમાં કિંગ્સ ઈલેવન પંજાબનો કોચ છે. વીરુ ગત સિઝનમાં પણ આ ફ્રેંચાઇઝી સાથે જોડાયેલો હતો. આ વખતે વીરુને ફ્રેંચાઇઝી તરફથી રૂપિયા ત્રણ કરોડની ફી ચૂકવાઈ છે.

શેન વોર્ન (કોચ, રાજસ્થાન રોયલ્સ)
રાજસ્થાન રોયલ્સની ફ્રેંચાઇઝીએ આ સિઝનની હરાજીમાં બે ખેલાડીઓને અધધ કિંમતે ખરીદ્યા હતા, પરંતુ કોચની ફીમાં તેમણે એટલો ખર્ચ કર્યો નહીં. રાજસ્થાનની ટીમનાે ભૂતપૂર્વ કેપ્ટન શેન વોર્ન આ વખતે ટીમને કોચિંગ આપી રહ્યો હતો અને તેને આ કામ માટે રૂ. ૨.૭ કરોડ આપવામાં આવ્યા.

જેક કાલિસ (કોચ, કોલકાતા નાઇટ રાઇડર્સ)
ટૂર્નામેન્ટમાં ત્રીજા સ્થાને રહેલી કેકેઆર ટીમનું કોચિંગ આ વખતે પણ દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર જેક કાલિસના હાથમાં હતું. કાલિસને આ ભૂમિકા અદા કરવા માટે ફ્રેંચાઇઝી તરફી રૂ. ૨.૫ કરોડની ચૂકવણી કરવામાં આવી.

ટોમ મૂડી અને વીવીએસ લક્ષ્મણ (સનરાઇઝર્સ હૈદરાબાદ)
ટોમ મૂડી અને વીવીએસ લક્ષ્મણના કોચિંગમાં આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કરનારી સનરાઇઝર્સની ટીમ ટૂર્નામેન્ટમાં રનરઅપ બની. મૂડી અને લક્ષ્મણની ફી રૂ. બે-બે કરોડ હતી.

 

divyesh

Recent Posts

ક્રૂડમાં ઉછાળોઃ એક લિટર પેટ્રોલ રૂ. 100માં ખરીદવા તૈયાર રહો

નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલની વધતી જતી કિંમતથી જો તમે પરેશાન હો તો હજુ પણ વધુ પરેશાની સહન કરવા તૈયાર…

6 mins ago

શાકભાજીમાં બેફામ નફાખોરીઃ હોલસેલ કરતાં છૂટક ભાવ ચાર ગણા વધારે

અમદાવાદ: ચોમાસાના વરસાદ બાદ નવાં શાકભાજીની આવકમાં વધારો થયો છે, પરંતુ પાણીના મૂલે માર્કેટયાર્ડમાં હોલસેલમાં હરાજીમાં વેચાતાં શાકભાજી બજારમાં આવતાં…

36 mins ago

પાણીજન્ય રોગચાળાના ભરડા વચ્ચે પાણીના નમૂૂના લેવાની કામગીરી ઠપ

અમદાવાદ: શહેરીજનોમાં પાણીજન્ય રોગચાળા ઝાડા-ઊલટી, કમળો, ટાઇફોઇડ અને કોલેરાના કેસ સતત વધી રહ્યા હોઇ ભયનો માહોલ ફેલાયો છે. તંત્ર પણ…

47 mins ago

બુટલેગરના ઘરમાં બોમ્બ-હથિયાર મૂકવા મામલે શકમંદના SDS ટેસ્ટ થશે

અમદાવાદ: રથયાત્રાના આગલા દિવસે રાજપુર ટોલનાકા પાસે રહેતા લિસ્ટેડ બુટલેગર રફીક સંધી ઉર્ફે ગુડ્ડુ હવાલદારના ઘરના ધાબા પરથી મળી આવેલા…

50 mins ago

સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીએ અન્ય કેદી પર હુમલો કર્યો

અમદાવાદ: સાબરમતી સેન્ટ્રલ જેલમાં એક કેદીએ બીજા કેદી પર હુમલો કર્યો હોવાની ઘટના બહાર આવી છે. ઇજાગ્રસ્ત કેદીને સારવાર માટે…

60 mins ago

સ્કૂલના સંચાલકે IOCની પાઈપ પંચર કરી ઓઈલ ચોરી શરૂ કરી

અમદાવાદ: અમદાવાદ જિલ્લામાંથી પસાર થતી સલાયા-મથુરાની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની પાઈપલાઈનમાં પંચર કરી અન્ય પાઈપલાઈન જોડી અને ઓઈલ ચોરીનું કૌભાંડ સામે…

1 hour ago