RPS vs SRH: સનરાઇઝર્સ હૈદ્વાબાદે પૂણેને 4 રને હરાવ્યું

વિશાખાપટ્ટનમ: આઇપીએલ-9ના 40th મી મેચમાં સનરાઇઝર્સ હૈદ્વાબાદે રાઇઝિંગ પૂણે સુપરજાઇંટ્સને 4 રને હરાવી દીધું છે. હૈદ્વાબાદે જીત માટે 138 રનનો ટાર્ગેટ આપ્યો હતો. તેના જવાબમાં પૂણેની ટીમ 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 133 રન બનાવે શકી હતી.

જો કે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ અંતિમ ક્ષણ સુધી પોતાની ટીમને જીતાડવા માટે મહેનત કરી હતી, પરંતુ અંતિમ ઓવરના પાંચમા બોલમાં રન આઉટ થઇ ગયો. આજની હાર સાથે પૂણેની ટીમની આઇપીએલમાં સફર ખતમ થઇ ગઇ છે. પૂણે તરફથી સૌથી વધુ રન જોર્જ બેલીએ બનાવ્યા હતા.

You might also like