VIDEO: ઝિવાને આ અંદાજમાં ગૂડ બાય કર્યુ ભજ્જીની દિકરીએ, ધોની જોતો રહી ગયો

મહેન્દ્ર સિંહ ધોની અને હરભજન સિંહે લાંબા સમય સુધી ડ્રેસિંગ રૂમ શૅર કર્યો છે અને IPLમાં બંને 10 વર્ષ સુધી વિરોધી ટીમમાં રમ્યા પછી આ સિઝનમાં ચેન્નાઇ સુપર કિંગ્સમાંથી એક સાથે રમી રહ્યા છે. આ બંનેનું ફેમિલી પણ તેમની સાથે ટ્રાવેલ કરે છે. ધોનીની પત્ની સાક્ષી અને પુત્રી ઝિવાને ઘણી વખત સ્ટેડિયમમાં ચીયર કરતા જોવા મળ્યા છે. IPLમાં ઝિવા, ભજ્જીની પુત્રી હિનાયા અને સુરેશ રૈનાની પુત્રી ગ્રેસિયાની દોસ્તી સોશ્યલ મીડિયા પર છવાયેલી રહી છે, આ ત્રણેયના એકબીજા સાથેના ફોટોઝ અને વીડિયોઝ વાયરલ થાય છે.

 

આ વચ્ચે ઝિવા અને હિનાયાનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં હિનાયા હિનાયા ખુબ જ સુંદર અંદાજમાં ઝિવાને ગુડ બાય કરતી દેખાઈ રહી છે. હિનાયા ઝિવાને કિસ કરીને બાય કરી રહી છે આ સમયે સામે ધોની બંનેની દોસ્તીને જોતો જ રહી જાય છે. ત્યાં હાજર તમામ લોકો આ બંનેની ક્યૂટનેસ જોઇને હસી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, IPL 2018માં 2 વર્ષના પ્રતિબંધ પછી ચેન્નાઇ સુપરકિંગ્સની ટીમે પોતાનો જાદુ જાળવી રાખ્યો. 13 મેના રમાયેલી મેચમાં ચેન્નાઇ સુપરકિંગ્સે સનરાઇઝર્સ હૈદરાબદને 8 વિકેટથી માત આપી અને આ સાથે પ્લેઓફમાં પણ પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ચેન્નાઇ સુપરકિંગ્સે અત્યાર સુધીમાં 12 મેચ રમી, જેમાં 8 મેચમાં જીત મેળવી છે. 16 પૉઇન્ટની સાથે ચેન્નાઇની ટીમ બીજા સ્થાન પર છે.

You might also like