આ બાળકે વિરાટ કોહલીને ગ્રાઉન્ડ પર કહી દીધું કંઇક આવું, જુઓ શું થયું પછી…

IPL 2018મા ખિલાડી ચેમ્પિયન બનવાની જંગમાં જોડાઇ ચૂક્યા છે. અત્યાર સુધીમાં જીત માટે જે ટીમ જીત માટે સંઘર્ષ કરી રહી છે તે છે રોયલ ચેલેન્જર બેંગ્લોર અને દિલ્હી ડેયરડેવિલ્સ. એક મેચ જીત્યા બાદ બંન્ને ટીમો હારતી નજર આવી રહી છે. પરંતુ હજુ પણ ઘણી મેચો બાકી છે અને કોઇ પણ સમયે તેઓ વાપસી કરી શકે છે. રોયલ ચેલેન્જર બેંગ્લોરનો કેપ્ટન વિરાટ કોહલી પણ ફોર્મમાં આવી ચૂક્યો છે. ગઇ મેચમાં તેણે 92 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ સાથે જ તે IPLમાં સૌથી વધારે રન બનાવનાર ખેલાડી બની ગયો છે.

સોશ્યલ મીડિયા પર એક બાળકની તસવીર ખુબ જ વાઇરલ થઇ રહી છે, જેમા તે વિરાટ કોહલીને ચેલેન્જ કરતો નજર આવી રહ્યો છે. 13 એપ્રિલે બેંગલુરૂમાં કિંગ્સ ઇલેવન પંજાબ અને રોયલ ચેલેન્જ બેંગ્લોર વચ્ચે મુકાબલો થયો હતો. જેમા અનુષ્કા શર્મા પણ મુકાબલો જોવા પહોંચી હતી. આ મેચ બેંગ્લોરે 4 વિકેટથી જીતી લીધી હતી, પરંતુ આ મેચ એક બીજા કારણે પણ ખાસ હતી. તે હતું બાળકનું વિરાચને ચેલેન્જ. આ બાળક એક કાર્ડ બોર્ડ લઇને ઉભો હતો. જેમા લખ્યું હતું કે, ”હેલો વિરાટ સર, મેં વાયદો કર્યો છે કે હું 10 વર્ષમાં તમને રિપ્લેસ કરીશ.”

 

કેમેરામેનની નજર જ્યારે બાળક પર પડી ત્યારે તેમને તરત જ કેમેરો બાળક પર કર્યો હતો. સોશ્યિલ મીડિયામાં બાળકની આ તસવીર ખુબ જ વાયરલ થઇ રહી છે. CricInfo એ આ તસવીરને ટ્વીટર પર શેર કરી છે.

You might also like