IPl 2018: ચેન્નઈ સામેની મેચમાં RR પહેરશે ‘પિંક’ જર્સી, જાણો કારણ

રાજસ્થાન રોયલ્સ શુક્રવારે સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે ચેન્નઈ સુપર કિંગ્સ સામેની ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની 11મી આવૃત્તિની આ મેચ ગુલાબી જર્સીમાં રમશે.

કેન્સર આઉટ અભિયાનમાં બુધવારે રાજસ્થાનમા કેપ્ટન અજિંક્ય રહાણે, તેમના સાથીદાર હેન્રીક ક્લાસેન, કૃષ્ણપ્પા ગૌતમ અને મહિપાલ લોહરે લોકોને આ અભિયાનમાં જોડાવાની વિનંતી કરી હતી.

એજન્સીના જણાવ્યા મુજબ, રહાણેએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “એક ખેલાડી તરીકે, મને લાગે છે કે આ એક નાનું પગલું છે પરંતુ તે કેન્સર મુક્ત સમાજ તરફ એક મોટું પગલું છે. મને આશા છે કે આપણે આ વિશય પર જાગૃતિ લાવવા માટે જેટલું કરી શકીએ તેટલું કપવું જોઈએ. ”

લોકોમાં વ્યાપક જાગૃતિ લાવવા માટે રાજસ્થાનની ટીમ શુક્રવારે ત્રણ રંગોની જર્સીમાં ગુલાબી, ટીલ અને જામુનમાં મેદાન પર ઉતરશે. ગુલાબી રંગ કેન્સરનો પ્રતીક છે, જામુન રંગ મૌખિક કેન્સરનો અને ટીલ ગળાના કેંસરનો પ્રતીક છે.

રાજ્ય સરકાર, નેશનલ કેન્સર ગ્રિડ, ઇન્ડિયન કેન્સર સોસાયટી અને ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન સાથે જોડાઈને રાજસ્થાન કેન્સરની સામે કામ કરી રહી છે.

You might also like