IPL: વરસાદથી પ્રભાવિત મેચમાં રાજસ્થાને 10 રને દિલ્હીને આપ્યો પરાજય

જયપુર : વરસાદથી પ્રભાવિત મેચમાં રાજસ્થાન રોયલ્સે દિલ્હી ડેયરડેવિલ્સની ટીમે 10 રનથી હરાવી ટૂર્નામેન્ટમાં પોતાની પ્રથમ જીત મેળવી. વરસાદથી પ્રભાવિત આ મેચમાં દિલ્હી ડેયરડેવિલ્સની ટીમને 6 ઓવરમાં 71 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. દિલ્હીની ટીમે 6 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 60 રન જ બનાવી શકી.

દિલ્હીની આઇપીએલમાં આ સિઝનની આ સતત બીજી હાર છે. આ અગાઉ પંજાબે ઇલેવન સામે તેનો પરાજય થયોહતો. 71 રનના લક્ષ્યાંકને ધ્યાનમાં રાખીને રાજસ્થાન રોયલ્સના બોલર્સે સારુ પ્રદર્શન કર્યું જેના કારણે દિલ્હી મેચ જીતી શકી નહીં. રહાણે આ મેચ જીતવા માટે એક સ્પિનર અને 3 ફાસ્ટ બોલરનો ઉપયોગ કર્યો હતો. આ મેચમાં 22 બોલમાં 37 રનનું યોગદાન કરનાર સંજૂ સેમસનને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દિલ્હીની ટીમે મેક્સવેલ અને મનરો સાથે ઓપનિંગની શરૂઆત કરી હતી. પરંતુ દિલ્હીની શરૂઆત સારી રહી નહોતી. પ્રથમ બોલમાં જ મનરો રન આઉટ થયો.

વરસાદના કારણે મેચ બંધ રહી તે પહેલા રાજસ્થાને 17.5 ઓવરામં 5 વિકેટના નુકસાન પર 153 રન બનાવ્યા હતા. ત્યારબાદ વરસાદ પડતાં મેચ રોકી દેવામાં આવી હતી. વરસાદના કારણે રોકવામાં આવેલી મેચમાં સમય વેડફાઇ જતાં રાજસ્થાનની ઇનિંગ્સ ત્યાં જ સમાપ્ત કરી દેવામાં આવી અને દિલ્હીને ડીએલએસ નિયમ હેઠળ 71 રનનો લક્ષ્યાંક મળ્યો હતો.

You might also like