અનુષ્કા શર્મા આ વખતે તેની આગામી ફિલ્મ સુઈ-થાગાની શૂટિંગમાં વ્યસ્ત છે પરંતુ જ્યારે તેને સમય મળે છે ત્યારે તે વિરાટ કોહલી સાથે સારો સમય પસાર કરે છે.
તાજેતરમાં, અનુષ્કા RCB તરફથી રમી રહેલા વિરાટ કોહલીને ચિયર કરવા પહોંચી હતી. અનુષ્કા કિંગ ઈલેવન પંજાબની માલિક પ્રીતિ ઝિંટાને પણ મળી હતી.
પ્રીતિ અને અનુષ્કાની ખાસ ટ્યુનિંગ કેમેરામાં સ્પષ્ટ દેખાતી હતી.
આ મેચ બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCB અને KXIP વચ્ચે રમાય હતી.
અગાઉ, RCBની પ્રથમ મેચ 8મી એપ્રિલે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે તેમના ઘરેલુ મેદાન પર રમવામાં આવી હતી, જ્યાં વિરાટ કોહલીની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.
RCBની આ પ્રથમ જીતમાં, અનુષ્કાને વિરાટની લકી ચાર્મ માનવામાં આવી રહી છે.
અનુષ્કાએ મેદાનમાં રમતા વિરાટ કોહલીને ફ્લાઈંગ કિસ પણ આપી હતી.
આ દરમિયાન, ડી વિલિયર્સની તોફાની ઇનિંગ્સને પણ અનુષ્કાએ ખુબ એન્જોય કરી હતી. ડી વિલિયર્સના દરેક શોટ પર, અનુષ્કાના અભિવાદનથી સ્ટેડિયમ તાળિઓથી ગુંજી રહ્યું હતું.